ટ્રમ્પ અને તેમનાં પત્ની મેલાનિયાને હવામાં જ આફત નડી તેઓનાં હેલિકોપ્ટરને ઇમર્જન્સી લેન્ડીંગ કરવું પડયું
- બ્રિટનની મુલાકાતના અંતે સ્ટાન સ્ટેડ એરપોર્ટ પર પહોંચતા તેમનાં હેલિકોપ્ટરમાં હાઇડ્રોલિક ફોલ્ટ થતાં બીજું ચોપર વાપરવું પડયું
લંડન : અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ અને તેઓના પત્ની મેલાનિયા ટ્રમ્પના હેલિકોપ્ટર 'મરિન-વન'માં હાઇડ્રોલિક ફોલ્ટ થતાં તેનું સ્ટેનસ્ટેડ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડીંગ કરવું પડયું હતું, પરિણામે તે બંનેને બીજા હેલિકોપ્ટરમાં જવું પડયું હતું.
પ્રમુખ અને ફર્સ્ટ લેડી લંડનના એરપોર્ટ ઉપરથી અમેરિકા આવવા નીકળવાના હતા તેઓ સ્કોટલેન્ડથી લંડન તરફ જવા, હેલિકોપ્ટર વનમાં ગુરૂવારે સાંજે (સ્થાનિક સમય પ્રમાણે) નીકળ્યાં ત્યાં માર્ગમાં જ હેલિકોપ્ટરમાં હાઇડ્રોલિક ફોલ્ટ જણાતા સ્ટેન-સ્ટેડ એરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડીંગ કરવું પડયું તેમ વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું.
ટ્રમ્પે ગુરૂવારે સાંજે તેમની ઇંગ્લેન્ડની મુલાકાત પૂરી કરી, ઇંગ્લેન્ડના વડાપ્રધાન કીસ સ્ટારમેર સાથે જોઇન્ટ પ્રેસ- કૉન્ફરન્સને સંબોધન કર્યું હતું. તેમાં તેઓએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તેઓના અંગત સારા- સંબંધોનો ઉપયોગ કરવા સાથે, કહ્યું હતું કે, મેં તેઓને તેમના જન્મદિન નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી સાથે ભારત- અમેરિકા વચ્ચેના સારા- સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો, અને કહ્યું હતું કે, ભારત સાથે ઘણો નિકટવર્તી છું તેમજ વડાપ્રધાન મોદી સાથે પણ નિકટવર્તી છું.
રશિયાના પ્રમુખ અંગે ખેદ વ્યક્ત કરતા તેઓએ કહ્યું હતું કે, તેમણે તો મને દગો જ દીધો છે તમે જાણો છો કે તેઓ રોજે રોજ અનેકને મારી રહ્યા છે. આ યુદ્ધ શરૂ થયું તે સમયે જો હું પ્રમુખ હોત તો મેં તે થવા જ દીધું નહોત. ખરેખર તો તે થવું જ જોઈતું ન હતું. વાસ્તવમાં હું પ્રમુખ હતો ત્યારે (પહેલી ટર્મ સમયે) તે યુદ્ધ ૪ વર્ષ સુધી તો થંભી જ રહ્યું (તે ન થયું હતું) મોટા ભાગના લોકો માને જ છે કે, તે યુદ્ધ થવું જ જોઈતું ન હતું. વાસ્તવમાં તેથી યુક્રેન કરતા રશિયાના જ વધુ સૈનિકો માર્યા ગયા છે.