તમે મૂર્ખ છો કે શું? અફઘાનિસ્તાન અંગેના સવાલ પર અચાનક જ કેમ ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Donald Trump: વ્હાઇટ હાઉસની ગોળીબારની ઘટના વિશે મીડિયા સાથે વાત કરતી વખતે, ડોનાલ્ડ ટ્રમ્પે એક સવાલ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. પત્રકારે તેમને પૂછ્યું કે આ ઘટના માટે તેમણે અગાઉના જો બાઇડન પ્રશાસનને દોષ શા માટે આપ્યો? આ પ્રશ્ન સાંભળતા જ ટ્રમ્પ ભડકી ગયા અને ગુસ્સામાં પત્રકાર તરફ જોઇને બોલ્યા, 'શું તમે બેવકૂફ છો?'
ઉલ્લેખનીય છે કે ગઈકાલે થયેલી આ ઘટના બાદથી જ ટ્રમ્પ સતત બાઇડન પ્રશાસન પર દોષારોપણ કરી રહ્યા છે. કારણ કે આરોપી રહેમાનુલ્લાહ બાઇડન પ્રશાસન દરમિયાન જ 'ઓપરેશન અલાઇઝ વેલકમ' અભિયાન હેઠળ અફઘાનિસ્તાનથી અમેરિકા આવ્યો હતો.
ટ્રમ્પે પત્રકાર પર ભડક્યા
ટ્રમ્પે રિપોર્ટર પર પોતાની ભડાસ કાઢતા કહ્યું, 'હું દોષ આપી રહ્યો છું કારણ કે બાઇડન હજારો એવા લોકોને અમેરિકા લાવ્યા હતા, જેમને અહીં હોવું જ ન જોઇએ. તમે આવા સવાલો પૂછી રહ્યા છો, કારણ કે તમે બેવકૂફ માણસ છો.'
ટ્રમ્પે કહ્યું કે, 'બાઇડન પ્રશાસને એક કાયદો પસાર કર્યો છે, જેના કારણે અમે આ લોકોને પાછા મોકલી શકતા નથી.' તેમણે આ સમગ્ર પરિસ્થિતિને અવ્યવસ્થા ગણાવતા કહ્યું કે, 'અફઘાનિસ્તાનનો મામલો એક ગંદકી હતો. આ (પ્રવાસીઓને) શરૂઆતથી જ અહીં ન હોવું જોઈતું હતું.'
આ પછી ટ્રમ્પે બંને નેશનલ ગાર્ડ્સની સ્વાસ્થ્ય સ્થિતિ વિશે માહિતી આપતા જણાવ્યું કે, 'આ ઘટનામાં ઘાયલ થયેલા એક જવાન સૈનિક સારા બેકસ્ટ્રામનું મૃત્યુ થઈ ચૂક્યું છે.'
આ પણ વાંચો: વ્હાઈટ હાઉસ નજીક ફાયરિંગ બાદ અમેરિકામાં વસતાં 19 દેશના લોકો સામે ટ્રમ્પની મોટી કાર્યવાહી
બાઇડન સમર્થકોનો બચાવ
ટ્રમ્પ અને તેમની ટીમ તરફથી સતત લગાવવામાં આવતા આરોપો વચ્ચે બાઇડન સમર્થકોએ પણ જવાબ આપવાનું શરૂ કરી દીધું છે. બાઇડન પ્રશાસનના સમર્થકોનું કહેવું છે કે, 'આ ઓપરેશન અલાઇઝ વેલકમ હેઠળ જે લોકોને લાવવામાં આવ્યા હતા, તેમણે અફઘાનિસ્તાનમાં અમેરિકન સેનાની મદદ કરી હતી. આ કાર્યક્રમને વ્યાપક સુરક્ષા તપાસ બાદ જ પૂરો કરવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાનમાં તાલિબાનના ફરી સત્તામાં આવ્યા પછી આ લોકોના જીવનની સુરક્ષા માટે આ કાર્યક્રમ જરૂરી હતો.'
નોંધનીય છે કે, બાઇડન પ્રશાસનની આ પહેલ હેઠળ લગભગ 76 હજાર અફઘાન નાગરિકોને અમેરિકા લાવવામાં આવ્યા હતા. આમાંથી ઘણા લોકો અમેરિકન સૈનિકો અને રાજદ્વારીઓ સાથે દુર્ભાષિયા અને અનુવાદક તરીકે કામ કરતા હતા.








