'મેં 7 મહિનામાં ભારત-પાકિસ્તાન સહિત 7 યુદ્ધ અટકાવ્યા', UNમાં ટ્રમ્પનો મોટો દાવો
Donald Trump UNGA Speech: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના હાલના વ્હાઇટ હાઉસ રોલ અને અમેરિકાની વૈશ્વિક તાકાત પર ભાર આપતા ભાષણ આપ્યું હતું. ટ્રમ્પે સાત યુદ્ધો રોકાવ્યા હોવાનો દાવો કરતા કહ્યું કે, 'તેમણે ભારત-પાકિસ્તાન અને ઈઝરાયલ-ઈરાનના 12 દિવસના યુદ્ધ સહિત સાત 'અંતહીન યુદ્ધો'ને સમાપ્ત કર્યા. કદાચ આ કામ સંયુક્ત રાષ્ટ્ર કર્યું હોત, પણ મારે કરવું પડ્યું.'
'મેં ભારત અને પાકિસ્તાન સહિત 7 અંતહીન યુદ્ધો અટકાવ્યા'
પોતાના ભાષણમાં ફરી એકવાર તેમણે કહ્યું કે, 'મેં 7 મહિનામાં ભારત અને પાકિસ્તાન સહિત 7 અંતહીન યુદ્ધોને સમાપ્ત કર્યા અને તેમાં સંયુક્ત રાષ્ટ્રમાં મારી કોઈ મદદ ન કરી. મેં કંબોડિયા અને થાઈલેન્ડ, કોસાવો અને સર્બિયા, કાંગો અને રવાંડા, પાકિસ્તાન અને ભારત, ઈઝરાયલ અને ઈરાન, મિસ્ર અને ઇથિયોપિયા, આર્મેનિયા અને અઝરબૈઝાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને અટકાવ્યા.'
ભાષણ દરમિયાન ટેલીપ્રોમ્પ્ટર અચાનક બંધ થઈ ગયું, પરંતુ ટ્રમ્પે કહ્યું કે, મને વગર ટેલીપ્રોમ્પ્ટરે ભાષણ આપવામાં કોઈ વાંધો નથી કરાણ કે આ કામ નથી કરી રહ્યું. જે પણ તેને ઓપરેટ કરી રહ્યું છે, તેને મોટી મુશ્કેલી થવાની છે.'
ટ્રમ્પે અમેરિકાની તાકાત અને ઉપલબ્ધીઓ વિશે વાત કરતા કહ્યું કે, અમેરિકા પાસે સૌથી મજબૂત અર્થવ્યવસ્થા, બોર્ડરો, સૈન્ય શક્તિ, મિત્રતાઓ અને રાષ્ટ્રીય ભાવના છે. તેમણે તેને 'અમેરિકાની ગોલ્ડન એજ' ગણાવી.
રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્રના ઉદ્દેશ્ય પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે, 'સંગઠન પોતાની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ નથી કરી રહ્યું. વધુ પડતા મામલાઓમાં તેઓ માત્ર શબ્દો વાળા પત્ર લખે છે અને તેનું પાલન નથી કરતા. ખાલી શબ્દ યુદ્ધ નથી રોકતા.' તેની સાથે જ તેમણે સાત યુદ્ધો અટકાવ્યા હોવાનો દાવો પણ કર્યો.
UNમાં બોલતા ટ્રમ્પે 2017 થી 2021 સુધી પોતાના વ્હાઇટ હાઉસ કાર્યકાળનો ઉલ્લેખ કરતા કહ્યું કે, '6 વર્ષ વીતી ચૂક્યા છે જ્યારે મેં છેલ્લીવાર આ ભવ્ય હોલમાં ઉભા રહીને એક એવી દુનિયાને સંબોધિત કરી જે મારા પહેલા કાર્યકાળમાં સમૃદ્ધ અને શાંતિપૂર્ણ હતી.'