યુક્રેનમાં શાંતિ સ્થાપવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ 15 ઓગસ્ટે પુતિનને આલાસ્કામાં મળશે
- રશિયાએ કબજે કરેલા પ્રદેશ તેને આપવા યુક્રેન કબુલશે ?
- સાડા ત્રણ વર્ષથી ચાલતાં આ યુદ્ધનો અંત લાવવા પહેલાં પગલાં તરીકે યુદ્ધ વિરામ માટે યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કી સહમત થયા છે
નવીદિલ્હી : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયન પ્રેસિડેન્ટ પુતિનને પંદરમી ઓગસ્ટે આલાસ્કામાં મળવાના છે.
જેની ઘણા સમયથી રાહ જોવાતી હતી, તે જાહેરાત કરતાં પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે, પ્રમુખ પુતિન અને પ્રમુખ ઝેલેન્સ્કી સાડા ત્રણ વર્ષથી ચાલી રહેલાં આ યુદ્ધનો અંત લાવવાનાં પહેલાં પગલાં તરીકે તત્કાળ યુદ્ધ વિરામ માટે સહમત થયા છે.
શુક્રવારે વ્હાઈટ હાઉસમાં પત્રકારોને સંબોધતાં પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે, પ્રમુખ પુતિન અને પ્રમુખ ઝેલેન્સ્કી બંને યુદ્ધ વિરામ ઉપરાંત યુદ્ધનો કાયમી અંત લાવવા આપસમાં મંત્રણા કરવા સહમત થયા છે.
આ સાથે તેઓએ તેવું પણ સૂચન કર્યું હતું કે, તેમાં કેટલીક ભૂમિની અદલા-બદલી પણ થવા સંભવ છે.
કેમ્બ્રીજે આલાસ્કામાં યોજાનારી આ દ્વિપક્ષીય મંત્રણાને સ્વીકૃતિ જાહેર કરી હતી. પુતિનના વિશ્વાસુ સહાયક યુરી ઉશાકોવે કહ્યું હતું કે, યુક્રેન કટોકટીમાં શાંતિપૂર્ણ ઉકેલ માટે બંને નેતાઓ મંત્રણા કરવાના છે.
ઝેલેન્સ્કીએ પણ શુક્રવારે સાંજે રાષ્ટ્ર જોગ કરેલાં તેમનાં સંબોધનમાં કહ્યું હતું કે, રશિયા ઉપર લાંબા સમયથી થઈ રહેલાં યુદ્ધ વિરામ માટેનાં દબાણને લીધે પ્રમુખ પુતિન શાંતિ મંત્રણા માટે સહમત થયા છે.
આ સાથે ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે મેં વિશ્વના ૧૨થી વધુ નેતાઓ સાથે વાતચીત કરી છે. મારી ટીમ અમેરિકાના સતત સંપર્કમાં છે જ.
મુશ્કેલી તે છે કે યુક્રેનના ૪ પ્રદેશો લુહાન્કસ, ડોનેન્સક, ઝાપોર્ઝિયા અને ખેરસન તેમજ કાળા સમુદ્રમાં આવેલા ક્રીમીયન દ્વિકલ્પ જેની ઉપર રશિયાનો ૨૦૧૪થી કબજો છે અન્ય પ્રદેશોમાં પણ રશિયા પોતાના ગણી તેની ઉપર અત્યારે કબજો જમાવી દીધો છે હવે તે પ્રદેશો રશિયા વિધિવત રીતે (દ.જયુરે) પોતાને મળે તેમ પુતિન કહે છે. આ કુલ વિસ્તારો યુક્રેનના વિસ્તારના ૨૦ ટકા જેટલા થવા જાય છે. પ્રશ્ન તે છે કે ઝેલેન્સ્કી તે વિસ્તારો જતા કરવા સહમત થશે ? એવું અનુમાન છે કે ટ્રમ્પ તે પ્રદેશો રશિયાની પાસે રહેવા દેવાના મતના છે. અને કહે છે કે તો સરળતાથી શાંતિ થઈ જશે.