Get The App

'પુતિન વાતચીત નહીં કરે તો બૅન લગાવી દઈશ...' યુદ્ધ ખતમ કરવા અંગે ટ્રમ્પની મોટી ધમકી

Updated: Jan 22nd, 2025

GS TEAM

Google News
Google News
'પુતિન વાતચીત નહીં કરે તો બૅન લગાવી દઈશ...' યુદ્ધ ખતમ કરવા અંગે ટ્રમ્પની મોટી ધમકી 1 - image

Donald Trum on Ukrain vs Russia War | અમેરિકાના પ્રમુખ તરીકે શપથ લીધા પછી તરત જ ડોનાલ્ડ ટ્રમ્પે ઝડપી નિર્ણયોથી દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે. વ્હાઇટ હાઉસમાં પહેલા જ દિવસે તેમણે દેશની દક્ષિણ સેના પર ઈમરજન્સી લાદવાથી લઈને WHO અને પેરિસ ક્લાયમેટ એગ્રીમેન્ટમાંથી ખસી જવા સુધીના અનેક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. 

પુતિનને આપી ચેતવણી! 

આ દરમિયાન તેમણે રશિયાના પ્રમુખ પુતિનને ચેતવણી પણ આપી હતી. ટ્રમ્પે તેમના રાષ્ટ્રપતિ કાર્યકાળના પહેલા દિવસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું કે જો વ્લાદિમીર પુતિન યુક્રેન યુદ્ધ અંગે વાટાઘાટો કરવા ટેબલ પર નહીં આવે તો અમે રશિયા પર પ્રતિબંધો લાદીશું. 

ટ્રમ્પ પુતિનને મળવા તૈયાર 

અમેરિકન પ્રમુખે કહ્યું કે હું ગમે ત્યારે રશિયન રાષ્ટ્રપતિ પુતિનને મળવા માટે તૈયાર છું. પરંતુ તેમણે ચેતવણી પણ આપી હતી કે જો પુતિન યુક્રેન મુદ્દા પર વાટાઘાટોના ટેબલ પર નહીં આવે તો રશિયા પર પ્રતિબંધો લાદવામાં આવશે. યુક્રેન યુદ્ધ શરૂ કરવાની જરૂર જ નહોતી. જો અમેરિકામાં પ્રમુખ સક્ષમ હોત તો આ યુદ્ધ ન થયું હોત.

અમારી વચ્ચે તાલમેલ સારો... 

ટ્રમ્પે કહ્યું કે હું પુતિન સાથે સારા તાલમેલ ધરાવું છું. જો હું પહેલો રાષ્ટ્રપતિ હોત, તો રશિયા ક્યારેય યુક્રેન પર હુમલો ન કરત. આવું ક્યારેય બન્યું ન હોત. પુતિને બાઈડેનનો અનાદર કર્યો છે. તે ખૂબ જ હોશિયાર છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી કે રશિયા પર વધારાના પ્રતિબંધો લાદવામાં આવે તેવી શક્યતા છે.'પુતિન વાતચીત નહીં કરે તો બૅન લગાવી દઈશ...' યુદ્ધ ખતમ કરવા અંગે ટ્રમ્પની મોટી ધમકી 2 - image