1 ઓગસ્ટથી લાગુ થશે નવા ટેરિફ, જાપાન અને દક્ષિણ કોરિયા પર લગાવ્યો 25 ટકા ટેરિફ, ટ્રમ્પની જાહેરાત
Donald Trump Tariff Deadline: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર નવા ટેરિફ દરોની જાહેરાત કરી દીધી છે. મળતી માહિતી અનુસાર, આ ટેરિફ 1 ઓગસ્ટથી લાગુ થશે. નવા ટેરિફ દર સ્ટીલ, એલ્યુમીનિયમ અને ઓટો પાર્ટ્સ પર પહેલાથી લાગુ કરાયેલા ટેરિફથી અલગ હશે. આ સાથે જ વોશિંગ્ટને ચેતવણી આપી છે કે, જો કોઈ દેશ ત્રીજા દેશો મારફતે માલ-સામાન મોકલીને ટેરિફથી બચવાનો પ્રયાસ કરશે, તો તેના પર પણ ઊંચા દર સાથે દંડ લગાવવામાં આવશે.
જાપાન અને દક્ષિણ કોરિયા પર 25 ટકા ટેરિફ
જાપાન અને દક્ષિણ કોરિયા પર 25 ટકા નવા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, કોરિયન કંપનીને કોઈ ટેરિફ નહીં આપવો પડે, જો તેઓ અમેરિકામાં જ ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ) કરવાનું પસંદ કરે છે. તેમણે એવા રોકાણોમાં ઝડપથી મંજૂરી આપવાનું વચન પણ આપ્યું. પરંતુ ટ્રમ્પે એ પણ ચેતવણી આપી કે જો દક્ષિણ કોરિયાએ જવાબમાં પોતાના ટેરિફ વધાર્યા, તો અમેરિકા પણ એટલો જ વધારો કરીને તેને 25 ટકાના હાલના ટેરિફમાં જોડી દેશે.