'બધા કહે છે કે હું મસ્કની કંપનીઓને તબાહ કરી દઈશ, આ ખોટું છે', ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન
Donald Trump Statement on Elon Musk: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇલોન મસ્કની કંપનીઓને લઈને ઉઠી રહેલી અફવાઓ પર સ્પષ્ટતા કરી છે. ટ્રમ્પે કહ્યું કે, આ કહેવું ખોટું છે કે હું મસ્કની કંપનીઓને મળનારી સરકારી સબસિડી ખતમ કરવાનો છું.
ટ્રમ્પે પોતાના નિવેદનમાં કહ્યું કે, સૌકોઈ કહે છે કે હું ઇલોન મસ્કની કંપનીઓને તબાહ કરી દઈશ, અને તેની મોટી સરકારી સબસિડી છીનવી લઈશ. આ સાવ ખોટું છે. હું ઇચ્છું છું કે ઇલોન મસ્ક અને આપણા દેશમાં કામ કરતા તમામ બિઝનેસ આગળ વધે. અને પહેલાથી વધુ વિકાસ કરે.
ટ્રમ્પે કહ્યું કે, આ લોકો જેટલો સારો બિઝનેસ કરશે, એટલો જ અમેરિકાને ફાયદો થશે. અને આ આપણા સૌ માટે સારું છે. અમે દરરોજ રેકોર્ડ બનાવી રહ્યા છીએ, અને હું ઇચ્છું છું કે આવું જ ચાલતું રહે.
જણાવી દઈએ કે, ટ્રમ્પનું આ વલણ નવું છે, કારણ કે આ મહિનાની શરૂઆથમાં સંકેત આપ્યા હતા કે, તેઓ ઇલોન મસ્કની કંપનીઓને મળનારી અરબો ડોલરની સબસિડીને ખતમ કરી શકે છે. જો કે, આ નિવેદન એવા સમયે આવ્યું હતું, જ્યારે મસ્કે ટ્રમ્પના 'Big Beaytiful Bill'ની ટીકા કરી હતી. આ તે સબસિડી છે, જેનાથી ટેસ્લા જેવી ઈવી નિર્માતા કંપનીઓને મોટો ફાયદો મળે છે. ટ્રમ્પે પહેલા કહ્યું હતું કે, તેઓ (મસ્ક) એટલા માટે ગુસ્સામાં છે કારણ કે ઈવી સબસિડી જઈ રહી છે, પરંતુ જો તેઓ આવું જ કરતા રહેશે તો ઘણું બધું ગુમાવી શકે છે.