'ચીન પર ટેરિફ ઘટાડવા તૈયાર છું...', આકરા વલણવાળા ટ્રમ્પ હવે અચાનક કેમ પલટ્યા? ખુદ જણાવ્યું કારણ
Donald Trump Statement on China: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેઓ ભવિષ્યમાં ચીન પર સતત લગાવવામાં આવેલા ટેરિફને ઓછો કરવા માટે તૈયાર છે, કારણ કે હાલ જે ટેક્સ લાગૂ છે, તેને લઈને દુનિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થા વચ્ચે વેપાર લગભગ ઠપ થઈ ગયો છે.
હાલ ટ્રમ્પ વહીવટી તંત્ર તરફથી લગાવવામાં આવેલા ટેરિફ ચીનથી થતી આયાત પર 145 ટકા સુધી પહોંચી ચૂકી છે, જ્યારે જવાબમાં ચીને અમેરિકન ઉત્પાદનો પર 125 ટકા સુધી ટેરિફ લગાવી દીધો છે. આ નિર્ણયોથી વૈશ્વિક બજારો હચમચી ચૂકી છે અને તેને લઈને મેન્યુફેક્ચરિંગ ઉપકરણોથી લઈને અમેરિકન ગ્રાહકો દ્વારા ઉપયોગમાં લેવાતા સસ્તા સામાન જેવા કે કપડા અને રમકડાંના ભાવ વધવાનું જોખમ છે.
NBCના 'મીટ ધ પ્રેસ' શોમાં ટ્રમ્પે કહ્યું હતું કે, 'કોઈને કોઈ સમયે મારે આ ટેરિફ ઓછા કરવા જ પડશે, કારણ કે તેના વગર તમે તેની સાથે વેપાર નહીં કરી શકો, જ્યારે તેઓ વેપાર કરવા ઈચ્છે છે.'
ટ્રમ્પે ચીન તરફથી હાલમાં આપવામાં આવેલા કેટલાક નિવેદનોના વખાણ કર્યા અને તેમને સકારાત્મક ગણાવ્યા, પરંતુ તેમણે દોહરાવ્યું કે અમેરિકા અને ચીન વચ્ચે કોઈ પણ કરાર વાજબી હોવા જોઈએ.