'જીવનમાં આટલા ડરેલા વ્યક્તિ નથી જોયા..' ટ્રમ્પે જિનપિંગ સાથેની મુલાકાતની ઘટના વર્ણવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US-China Relations: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સેનેટરો સાથેની એક બેઠક દરમિયાન ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથેની તાજેતરની મુલાકાતનો અનુભવ શેર કર્યો હતો. ટ્રમ્પે જણાવ્યું કે, 'શી જિનપિંગની સાથે આવેલી ટીમના સભ્યો એટલા ડરેલા હતા કે મે મારા જીવનમાં ક્યારેય લોકોને આટલા ડરેલા જોયા નથી.' નોંધનીય છે કે, ટ્રમ્પે શી જિનપિંગના મોડેલનું મંત્રીમંડળ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
બેઠકમાં ચીની ટીમ સંપૂર્ણપણે મૌન રહી
ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના પ્રમુખ શી જિનપિંગને મજબૂત અને સમજદાર વ્યક્તિ ગણાવ્યા હતા. જોકે, તેમણે બેઠક દરમિયાન તેમની સાથેના અધિકારીઓ વિશે જણાવ્યું હતું કે, 'બેઠક દરમિયાન મેં જોયું કે શી જિનપિંગ સાથે આવેલા લોકો સંપૂર્ણપણે મૌન રહ્યા. મેં મારા જીવનમાં આટલા બધા લોકોને આટલા ડરેલા ક્યારેય જોયા નથી. જ્યારે મેં એક વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે કોઈ જવાબ મળ્યો નહીં.'
મીડિયા સાથે વાતકરતા ટ્રમ્પે જણાવ્યું કે, 'મેં પૂછ્યું, શું તમે મને જવાબ આપવાના છો? મને કોઈ જવાબ ન મળ્યો અને પ્રમુખ શી જિનપિંગે તેને જવાબ આપવા દીધો નહીં.'
આ અનુભવના આધારે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના મંત્રીમંડળ વિશેની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સને ઉદ્દેશીને જણાવ્યું કે, 'હું ઈચ્છું છું કે મારું મંત્રીમંડળ આ રીતે વર્તે. તમે આ રીતે કેમ વર્તતા નથી?'
ટ્રમ્પ અને શી જિનપિંગની સફળ મુલાકાત
ટ્રમ્પ અને શી જિનપિંગની તાજેતરની મુલાકાત ખૂબ જ સફળ રહી હોવાનું ટ્રમ્પે જણાવ્યું હતું. ટ્રમ્પે કહ્યું કે 'હું ચીન પરના ટેરિફ ઘટાડશે, કારણ કે બેઈજિંગ દુર્લભ પૃથ્વી ધાતુઓની નિકાસને મંજૂરી આપવા અને યુએસ પાસેથી સોયાબીન ખરીદવા માટે સંમત થયું છે.'
ટેરિફ ઘટાડવા અંગે ટ્રમ્પે જણાવ્યું કે 'અમેરિકા આ વર્ષની શરૂઆતમાં ફેન્ટાનાઇલ (Fentanyl) બનાવવા માટે વપરાતા રસાયણોના વેચાણ માટે ચીન પર લાદવામાં આવેલા 20 ટકા ટેરિફને ઘટાડીને 10 ટકા કરશે. આનાથી ચીન પરનો કુલ સંયુક્ત ટેરિફ દર 57 ટકાથી ઘટીને 47 ટકા થશે.'









