Get The App

હવે ડેડલાઈન નહીં વધારવી પડે, ટેરિફ મુદ્દે ટ્રમ્પનું મોટું નિવેદન, 'ભારત સાથે ટ્રેડ ડીલ ખૂબ નજીક'

Updated: Jun 29th, 2025

GS TEAM

Google News
Google News
હવે ડેડલાઈન નહીં વધારવી પડે, ટેરિફ મુદ્દે ટ્રમ્પનું મોટું નિવેદન, 'ભારત સાથે ટ્રેડ ડીલ ખૂબ નજીક' 1 - image
Image Source: IANS

India-US Trade Deal: દુનિયાભરના દેશોને રેસિપ્રોકલ ટેરિફની સાથે ઝટકો આપનારા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે સંકેત આપ્યા છે કે, ટૂંક સમયમાં જ ભારત સહિત કેટલાક દેશો સાથે ટ્રેડ ડીલ થવાની શક્યતા છે. ટ્રમ્પે કહ્યું કે, તેમણે 9 જુલાઈની ટ્રેડ ડેડલાઈનને વધારવાની જરૂર નથી. આ ડેડલાઈન તે દેશો માટે નક્કી કરાઈ છે  જે અમેરિકા સાથે નવી ટ્રેડ ડીલ કરવા ઇચ્છે છે તેથી વધારે ટેરિફથી બચી શકાય. તેમણે ભારત સાથે ટ્રેડ ડીલ પર પણ કહ્યું કે, આ ખૂબ જ જલ્દી થઈ શકે છે.

ફોક્સ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું કે, 'મને નથી લાગતું કે મારે ડેડલાઈનને વધારવાની જરૂર પડશે. જો ઈચ્છીએ તો વધારી શકીએ છીએ, કોઈ મોટી વાત નથી.'

'હવે તમે 25 ટકા ટેરિફ આપશો'

ટ્રમ્પે પહેલા પણ કહ્યું છે કે, 'સરકાર ડેડલાઈનની સાથે જે ઇચ્છે તે કરી શકે છે. ભલે નાની કરવાની હોય કે મોટી. હું તો ઇચ્છું છું કે નાની કરી દેવી જોઈએ અને તમામને પત્ર મોકલી દેવામાં આવે- શુભેચ્છા, હવે તમે 25 ટકા ટેરિફ આપશો.'

ભારત સાથે ડીલ અંતિમ તબક્કામાં હોવાના સંકેત

ટ્રમ્પે વિશેષ કરીને ભારતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ તે દેશોમાં સામેલ છે જેની સાથે વેપાર કરાર ટૂંક સમયમાં જ ફાઈનલ થઇ શકે છે. ગત અઠવાડિયે ભારતીય વેપાર પ્રતિનિધિઓની એક ટીમ વોશિંગ્ટનમાં અમેરિકન અધિકારીઓ સાથે મુલાકાત કરી ચૂકી છે.

Tags :