Trump Reciprocal Tariff: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરી છે કે, 'અમેરિકામાં આજે લિબરેશન ડે' (2 એપ્રિલ અમેરિકાનો સ્વતંત્રતા દિવસ છે). તેઓ વ્હાઈટ હાઉસના રોઝ ગાર્ડનમાં તેમના કેબિનેટ સભ્યો સાથે યુએસ સમય અનુસાર સાંજે 4:00 વાગ્યે (ભારતીય સમય મુજબ રાત્રે 1:30 વાગ્યે) ટેરિફની જાહેરાત કરવાના છે.
ટ્રમ્પ આજે ટેરિફની જાહેરાત કરશે
ટ્રમ્પ વચન આપી રહ્યા છે કે તેમની નવી વ્યાપાર નીતિઓ અમેરિકાને 'લૂંટવાથી' બચાવશે અને દેશને ફરી પાછો 'સુવર્ણ યુગ' તરફ દોરી જશે. મંગળવારે, વ્હાઇટ હાઉસે સ્પષ્ટ કર્યું કે, આ નવો ટેરિફ પ્રમુખ ટ્રમ્પની જાહેરાત બાદ તાત્કાલિક ધોરણે અમલમાં મૂકવામાં આવશે. આ ટેરિફનો હેતુ અમેરિકન કામદારો અને ઉદ્યોગોને નુકસાન પહોંચાડતી 'અન્યાયી વેપાર નીતિઓ' સામે લડવાનો છે.
આ પણ વાંચોઃ ISROએ અદભૂત ટેકનોલોજી શોધી ! વીજળી ક્યાં પડશે, પહેલા જ મળી જશે એલર્ટ
લાંબા સમયથી વિશ્વનું પિગી બેંક બન્યું હતું
ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'અમેરિકા લાંબા સમયથી વિશ્વનું પિગી બેંક બન્યું હતું. આજે, અમે ફરીથી નિયંત્રણ લઈ રહ્યા છીએ. આ આપણો સ્વતંત્રતા દિવસ છે - અયોગ્ય વેપાર કરારો, અમેરિકન માલ પર ભારે ટેરિફ અને અમારા વ્યવસાયો અને કામદારોને નુકસાન પહોંચાડતી નીતિઓથી આઝાદીનો દિવસ.
ટ્રમ્પની જાહેરાતની અસર ઘણા દેશો પર પડશે
ટ્રમ્પ વહીવટીતંત્રનું આ પગલું ચીન, યુરોપિયન યુનિયન, ભારત, જાપાન, મેક્સિકો અને કેનેડા જેવા મોટા વેપારી ભાગીદારોને અસર કરશે. આ ટેરિફની જાહેરાત બાદ વૈશ્વિક બજારોમાં હડકંપ મચ્યો છે અને ઘણા દેશોએ સંભવિત જવાબી કાર્યવાહીના સંકેત આપ્યા છે. તેનાથી નવા વૈશ્વિક ટ્રેડ વોરનો ભય વધ્યો છે.


