World

ડોનાલ્ડ ટ્રમ્પે દિલ્હીના ઇન્ડિયા ગેટના વખાણ કર્યા, પછી કહ્યું- અમારું તો આનાથી પણ જોરદાર બનશે

By GS TEAM
3 Feb 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે નવી દિલ્હીના ઇન્ડિયા ગેટના વખાણ કરતી એક પોસ્ટ કરી હતી. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરતાં ટ્રમ્પે 1921ના યુદ્ધ સ્મારકની તસવીર સાથે લખ્યું કે, "ભારતનું સુંદર સ્થાપત્ય, પરંતુ આપણું સૌથી મહાન હશે."

Summarized by AI; it may make mistakes. Check important info

ડોનાલ્ડ ટ્રમ્પે દિલ્હીના ઇન્ડિયા ગેટના વખાણ કર્યા, પછી કહ્યું- અમારું તો આનાથી પણ જોરદાર બનશે

India Gate : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે નવી દિલ્હીના ઇન્ડિયા ગેટના વખાણ કરતી એક પોસ્ટ કરી હતી. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરતાં ટ્રમ્પે 1921ના યુદ્ધ સ્મારકની તસવીર સાથે લખ્યું કે, "ભારતનું સુંદર સ્થાપત્ય, પરંતુ આપણું સૌથી મહાન હશે."

અત્રે ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટન ડી.સી.માં એક સ્મારક બનાવવા માટેની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, એક ભવ્ય સ્થાપત્ય વોશિંગ્ટનમાં હોવું જોઇએ, જે પોતાનામાં જ સૌથી વિશાળ હોય. 'એરફોર્સ વન'માં પત્રકારો સાથે વાત કરતાં તેમણે તર્ક આપ્યો કે, અમેરિકી રાજધાનીમાં એક ભવ્ય સ્મારક હોવું જોઈએ. તેના એક દિવસ બાદ તેમણે ભારતના ઇન્ડિયા ગેટની તસવીર શેર કરીને આ કૅપ્શન લખ્યું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું? 

અમેરિકી રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે, "સમગ્ર વિશ્વમાં 57 શહેરો છે. જેમાં આ પ્રકારના સ્થાપત્ય છે. વોશિંગ્ટન ડી.સી. એકમાત્ર મુખ્ય શહેર છે જ્યાં આવું કોઈ સ્થાપત્ય નથી. હું ઇચ્છું છું કે આવું એક સ્થાપત્ય વોશિંગ્ટનમાં હોય અને તે સૌથી વિશાળ હોય. આપણે વિશ્વની સૌથી મોટી શક્તિ છીએ. વોશિંગ્ટનમાં હાલ કોઈ વિજય સ્મારક (Victory Arch) નથી, જ્યારે અનેક શહેરોમાં યુદ્ધો તથા રાષ્ટ્રીય ઉપલબ્ધિઓ દર્શાવતા અનેક સ્થાપત્યો બનેલા છે."

ટ્રમ્પે અગાઉ પણ જણાવ્યું હતું કે, ઇન્ડિયા ગેટ જેવું એક ભવ્ય સ્થાપત્ય 4 જુલાઈ, 2026ના રોજ અમેરિકાની 250મી વર્ષગાંઠના સમારોહનો હિસ્સો હશે. એક ખાનગી સમાચાર એજન્સીના એક રિપોર્ટ અનુસાર, પ્રસ્તાવિત સ્મારક એક કાયમી સ્થાપત્ય હશે. ડિસેમ્બરમાં ટ્રમ્પે 'પોલિટિકો'ને જણાવ્યું હતું કે, તેમને આશા છે કે આ નિર્માણ કાર્ય બે મહિનાની અંદર શરુ થઈ જશે.

વોશિંગ્ટન ડી.સી.માં ક્યાં બનશે સ્મારક? 

ગત થોડા મહિનાઓથી ટ્રમ્પની ઓવલ ઑફિસમાં પ્રસ્તાવિત સ્મારકની અનેક ડિઝાઇન રજૂ કરવામાં આવી ચૂકી છે. વ્હાઇટ હાઉસમાં 200 કરોડ ડૉલરના બેન્ક્વેટ હોલના નિર્માણ માટે નાણાં એકત્ર કરનારા દાનદાતાઓની સાથે ડિનર દરમિયાન તેમને સ્ટ્રક્ચરના નાના મોડલ દેખાડવામાં આવ્યા હતા. મોડલને હાથમાં પકડીને ટ્રમ્પે કહ્યું કે, "નાનું, મધ્યમ કે વિશાળ - કોઈ પણ હોય, તમામ સારા લાગે છે. મને લાગે છે કે સૌથી વિશાળ મોડલ શ્રેષ્ઠ છે." આ ડિઝાઇન પેરિસના 'આર્ક ડી ટ્રાયમ્ફ'થી પ્રેરિત છે અને લિંકન મેમોરિયલ સામે પોટોમેક નદી કિનારે બને તેવી શક્યતા છે.

આ પણ વાંચો : US સાથે ટ્રેડ ડીલમાં ભારતને એકસાથે ડબલ ગુડ ન્યૂઝ! ચીન-પાકિસ્તાન રહી ગયા પાછળ