5 દિવસ ઈરાન પર હુમલા નહીં કરે અમેરિકા, 2 દિવસની 'સિક્રેટ વાતચીત' બાદ ટ્રમ્પનો યુ-ટર્ન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Donald Trump Pauses Iran Strikes for 5 Days | મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રાહતના સમાચાર આપ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા બે દિવસથી ખૂબ જ સકારાત્મક વાતચીત ચાલી રહી છે.
ઈરાન પર હુમલા નહીં કરે અમેરિકા: ટ્રમ્પ
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ઈરાન સાથે ચાલી રહેલી ઊંડી અને વિગતવાર ચર્ચાને ધ્યાનમાં રાખીને, મેં ડિપાર્ટમેન્ટ ઑફ વોરને સૂચના આપી છે કે ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થનારા તમામ સૈન્ય હુમલાઓને આગામી 5 દિવસ માટે મોકૂફ રાખવામાં આવે.
હવે આ વાતચીત આખા અઠવાડિયા દરમિયાન ચાલુ રહેશે.

શાંતિ માટેનો નવો માર્ગ?
ટ્રમ્પના આ આદેશથી હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલું યુદ્ધનું વાતાવરણ અત્યારે શાંત પડ્યું છે. જો આ મંત્રણા સફળ રહેશે તો આગામી દિવસોમાં યુદ્ધનો કાયમી ઉકેલ આવી શકે છે. ટ્રમ્પે આ મંત્રણાને 'કન્સ્ટ્રક્ટિવ' ગણાવી છે, જે દર્શાવે છે કે બંને પક્ષો કોઈ સમજૂતી પર પહોંચી શકે છે.
ટ્રમ્પ સાથે અમારી કોઈ વાતચીત નહીં: ઈરાન
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના 'શાંતિ મંત્રણા'ના દાવા પર ઈરાને ચોંકાવનારો જવાબ આપ્યો છે. ઈરાનની સરકારી ન્યૂઝ ચેનલે દાવો કર્યો છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ જ સંપર્ક થયો નથી. અમારા વળતા પ્રહારના ડરના કારણે અમેરિકાએ પીછેહઠ કરી છે.
અમેરિકા સાથે ડીલ કરવા માટે ઈરાન ઉતાવળું: ટ્રમ્પનો વધુ એક દાવો
બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક બાદ એક મોટું નિવેદન આપી રહ્યા છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન સાથે આગામી 5 દિવસમાં કોઈ મોટી ડીલ થઈ શકે છે. ટ્રમ્પે જણાવ્યું કે, ઈરાન ડીલ માટે ખૂબ જ ઉતાવળું છે અને રવિવારે રાત્રે થયેલી વાતચીત ઘણી સકારાત્મક રહી છે. આ મંત્રણામાં ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશ્નર સામેલ છે.









