World

'ગોડ બ્લેસ હિમ' : ટ્રમ્પના મોતની અફવા વચ્ચે વ્હાઇટ હાઉસની પ્રથમ પ્રતિક્રિયા

By GS TEAM
6 Apr 20262 mins read
TukuTouch Logo
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાસ્થ્યને લઈને છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે અટકળો ચાલી રહી છે. આ અફવાઓ વચ્ચે વ્હાઇટ હાઉસના કોમ્યુનિકેશન ડાયરેક્ટર સ્ટીવન ચેંગે એક નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરી છે કે પ્રમુખ ટ્રમ્પ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને ઈસ્ટરના વીકેન્ડ દરમિયાન પણ તેમણે રજા લીધા વગર સતત કામ કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ગોડ બ્લેસ હિમ' : ટ્રમ્પના મોતની અફવા વચ્ચે વ્હાઇટ હાઉસની પ્રથમ પ્રતિક્રિયા

Donald Trump Health News : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાસ્થ્યને લઈને છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે અટકળો ચાલી રહી છે. આ અફવાઓ વચ્ચે વ્હાઇટ હાઉસના કોમ્યુનિકેશન ડાયરેક્ટર સ્ટીવન ચેંગે એક નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરી છે કે પ્રમુખ ટ્રમ્પ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને ઈસ્ટરના વીકેન્ડ દરમિયાન પણ તેમણે રજા લીધા વગર સતત કામ કર્યું છે.

'ગોડ બ્લેસ હિમ' - વ્હાઇટ હાઉસનો બચાવ

સ્ટીવન ચેંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, "અમેરિકાના લોકો માટે પ્રમુખ ટ્રમ્પ જેટલી સખત મહેનત કોઈએ કરી નથી. આ ઈસ્ટર વીકેન્ડમાં પણ તેઓ વ્હાઇટ હાઉસ અને ઓવલ ઑફિસમાં સતત કાર્યરત રહ્યા છે. ભગવાન તેમનું ભલું કરે (God Bless him)." વ્હાઇટ હાઉસે આ અફવાઓ પાછળ વિરોધીઓનો હાથ હોવાનું જણાવ્યું છે.

શા માટે સ્વાસ્થ્ય અંગે ચર્ચા જાગી?

ટ્રમ્પના સ્વાસ્થ્ય અંગેની ચિંતા ત્યારે વધી જ્યારે વોલ્ટર રીડ નેશનલ મિલિટરી મેડિકલ સેન્ટરમાં તેમની સારવારના સમાચાર સામે આવ્યા. ટ્રમ્પ અમેરિકાના ઇતિહાસના સૌથી મોટી ઉંમરના રાષ્ટ્રપતિ છે, તેથી તેમની શારીરિક મર્યાદાઓ અને ચાલવામાં પડતી મુશ્કેલીઓ લોકોની નજરમાં આવતી રહી છે. તાજેતરમાં ટ્રમ્પના ફિઝિશિયનની પુત્રીએ પણ તેમના સ્વાસ્થ્ય અંગે કેટલાક ચોંકાવનારા દાવા કર્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

મેડિકલ રિપોર્ટ્સ શું કહે છે?

MRI સ્કેન: ગયા ઑક્ટોબરમાં ટ્રમ્પનું MRI સ્કેન કરવામાં આવ્યું હતું. ટ્રમ્પે પોતે પત્રકારોને જણાવ્યું હતું કે આ સ્કેન 'પરફેક્ટ' હતું અને ડૉક્ટરોના મતે તેમની ઉંમરના હિસાબે આ શ્રેષ્ઠ રિપોર્ટ્સ છે.

ક્રોનિક વેનસ ઇન્સફિશિયન્સી: 2025 માં વ્હાઇટ હાઉસે ખુલાસો કર્યો હતો કે ટ્રમ્પને 'ક્રોનિક વેનસ ઇન્સફિશિયન્સી'(પગમાં સોજાની સમસ્યા)ની બીમારી છે.

ડૉક્ટરોનો અભિપ્રાય: પ્રેસિડેન્શિયલ ફિઝિશિયન ડૉ. સીન બાર્બબેલાએ જણાવ્યું છે કે ટ્રમ્પનું સ્વાસ્થ્ય ઉત્તમ છે અને આ તમામ મેડિકલ ટેસ્ટ તેમના નિયમિત હેલ્થ ચેકઅપનો ભાગ છે.

રાજકીય ગરમાવો

ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ અને ઘરેલું રાજકારણ વચ્ચે ટ્રમ્પનું સ્વાસ્થ્ય અત્યંત મહત્ત્વનો મુદ્દો બની ગયું છે. વ્હાઇટ હાઉસ પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટે સ્વાસ્થ્ય સંબંધિત અફવાઓને નકારી કાઢતાં કહ્યું કે રાષ્ટ્રપતિ દેશના હિતમાં મહત્ત્વના નિર્ણયો લેવામાં વ્યસ્ત છે.