Get The App

ટ્રમ્પની સુરક્ષામાં ફરી મોટી ચૂક, નો ફ્લાય ઝોનમાં ઘૂસી આવેલા વિમાનને અમેરિકન જેટે ભગાડ્યું

Updated: Aug 4th, 2025

GS TEAM

Google News
Google News
ટ્રમ્પની સુરક્ષામાં ફરી મોટી ચૂક, નો ફ્લાય ઝોનમાં ઘૂસી આવેલા વિમાનને અમેરિકન જેટે ભગાડ્યું 1 - image


Donald Trump Security breach: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં ફરી એકવાર ગંભીર બેદરકારી સામે આવી છે. ન્યૂજર્સીમાં આવેલા ટ્રમ્પ નેશનલ ગોલ્ફ ક્લબ બેડમિન્સ્ટરના પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રમાં એક નાગરિક વિમાને પ્રવેશ કર્યો, જેના કારણે ભારે હંગામો થયો હતો. આ ઘટના રવિવારે બપોરે બની હતી, જ્યારે ટ્રમ્પ પોતે આ ગોલ્ફ ક્લબમાં હાજર હતા.

જોકે અમેરિકી સંરક્ષણ એજન્સીઓની તાત્કાલિક કાર્યવાહીથી વિમાનને સમયસર રોકી લેવાયું, પરંતુ આ ઘટના ફરી એકવાર રાષ્ટ્રપતિની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઊભા કરે છે. આ પહેલા પણ ટ્રમ્પની હાજરીમાં આવી ઘૂસણખોરી થઈ ચૂકી છે, જેનાથી આ મામલો વધુ ગંભીર બને છે.

નો ફ્લાય ઝોનમાં ઘૂસી આવ્યું વિમાન 

આ ઘટના રવિવારે બપોરે 12:50 વાગ્યે બની હતી. એક ખાનગી વિમાન એવા હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું હતું, જે અસ્થાયી ઉડાન પ્રતિબંધ (Temporary Flight Restriction - TFR) હેઠળ હતું. આ વિસ્તાર ખાસ કરીને ટ્રમ્પની ઉપસ્થિતિને કારણે સામાન્ય વિમાનો માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો.

NORADની ત્વરિત કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી

ઘટનાની જાણ થતા જ, નોર્થ અમેરિકન એયરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ (NORAD) એક્ટિવ થઈ ગયું. NORADના લડાકુ વિમાનોએ તે વિમાનને તરત જ રોકી લીધું અને પાયલટને ફ્લેયર્સ દ્વારા હવાઈ ક્ષેત્રમાંથી બહાર નીકળવાનો આદેશ આપ્યો. ત્યારબાદ, વિમાનને સુરક્ષિત રીતે પ્રતિબંધિત વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: માર્ક ઝકરબર્ગે 24 વર્ષના યુવાનને AI સેક્ટરના કોર્પોરેટ ઇતિહાસની સૌથી મોટી જોબ ઓફર કરી

ટ્રમ્પનું ખાનગી રીટ્રીટ

બેડમિન્સ્ટર રીટ્રીટ, જેને ટ્રમ્પ નેશનલ ગોલ્ફ ક્લબ બેડમિન્સ્ટર પણ કહેવાય છે, તે ટ્રમ્પની અંગત મિલકત છે. તેમણે આ જગ્યા 2002માં લગભગ 35 મિલિયન ડોલર (લગભગ 3.5 કરોડ ડોલર)માં ખરીદી હતી. આ સ્થળ ટ્રમ્પ માટે આરામ કરવા અને રાજકીય બેઠકો યોજવા માટે જાણીતું છે.

પહેલા પણ થઈ ચૂકી છે સુરક્ષા ભંગ

આ પહેલીવાર નથી કે ટ્રમ્પની સુરક્ષામાં ચૂક થઈ હોય. આ પહેલાં, 5 જુલાઈના રોજ પણ આવી જ એક ઘટના સામે આવી હતી, જ્યારે ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયા રજાઓ ગાળવા ન્યૂ જર્સી ગયા હતા અને એક નાગરિક વિમાન તે જ પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસી ગયું હતું.

ટ્રમ્પની સુરક્ષામાં ફરી મોટી ચૂક, નો ફ્લાય ઝોનમાં ઘૂસી આવેલા વિમાનને અમેરિકન જેટે ભગાડ્યું 2 - image

Tags :