'ચીન પર 100% ટેરિફ ટકાઉ નથી, બે અઠવાડિયામાં જિનપિંગ સાથે મુલાકાત', ટ્રમ્પનું મોટું નિવેદન

Donald Trump On China Tariffs : અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફને લઈને તણાવ યથાવત છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'ચીન પર લાદવામાં આવેલો ટેરિફ ટકાઉ નથી.' ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની મુલાકાત થવાની છે. ફોક્સ બિઝનેસ સાથેના ઈન્ટરવ્યૂમાં જ્યારે પૂછવામાં આવ્યું કે, શું આ વર્ષની શરૂઆતમાં બંને દેશોએ એકબીજા પર લાદેલા ટેરિફ યથાવત રહી શકે છે? જેને લઈને ટ્રમ્પે કહ્યું, 'આ ટકાઉ નથી.'
ટ્રમ્પે શું કહ્યું?
ચીન અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને ટ્રમ્પે કહ્યું કે, 'ચીન પર લગાવામાં આવેલો ટેરિફ ટકાઉ નથી, પરંતુ નંબર આ છે. તમે જાણો છો કે આ રહી શકે છે. પરંતુ તેમણે મને આ કરવા માટે મજબૂર કર્યો છે. આગામી બે અઠવાડિયામાં શી જિનપિંગને મળીશ અને મને લાગે છે કે ચીન સાથે બધુ વ્યવસ્થિત થઈ જશે. ચીન હંમેશા લાભ શોધે છે. મને ખબર નથી કે શું થવાનું છે. જોઈએ હવે શું થાય.'
અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વિવાદને લઈને ટેરિફ વોરમાં ચીનના સામાનો પર અમેરિકા ઈન્પોર્ટ ટેક્સને 145 ટકા સુધી વધાર્યો હતો, જેનાથી ગ્લોબલ મંદીનો ડર વધી ગયો હતો. જોકે, 6 મહિના પછી તેના પર રોક લગાવામાં આવી હતી. જ્યારે ગત અઠવાડિયામાં ટ્રમ્પે 1 નવેમ્બર સુધી ચીની સામાન પર 100 ટકા વધારાનો ટેક્સ લગાવાની ધમકી આપી હતી અને શી જિનપિંગ સાથે નક્કી કરેલી મિટિંગ પણ રદ કરી હોવાની વાત કરી હતી. આ મિટિંગ ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં સાઉથ કોરિયામાં એશિય-પેસિફિક ઈકોનોમિક કો-ઓપરેશન સમિટ દરમિયાન થવાની શક્યતા હતી. એક ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે શી જિનપિંગ વિશે કહ્યું કે, 'મારી તેમના સાથે સારું બને છે.'
આ પણ વાંચો: ટ્રમ્પ અને પુતિન વચ્ચે ફરી થશે મુલાકાત, બંને નેતાઓની ટેલિફોનિક વાતચીતમાં સ્થળ ફાઈનલ
તેમણે ઉમેર્યું કે, 'મને લાગે છે કે ચીન સાથે બધું બરાબર થશે, પરંતુ આપણે 'ફેર ડીલ' કરવી પડશે. જે વાજબી હોવો જોઈએ.' બુધવારે જ્યારે ટ્રમ્પને ચીન સાથેના વેપાર વોર વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે, 'સારું છે, હવે તમે એકમાં છો, જો તેઓ ટ્રેડ ડીલ પર પહોંચી શકતા નથી. અમારી પાસે 100 ટકા ટેરિફ છે. જો અમારી પાસે ટેરિફ ન હોત, તો અમે કંઈ જ ન હોત.'