'રશિયા-યુક્રેનનું યુદ્ધ સમાપ્ત ન થાય ત્યાં સુધી ચીન પર 100% ટેરિફ લગાવો', NATO દેશોને ટ્રમ્પની હાકલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નાટો(NATO) સાથી દેશોને રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત ન થાય ત્યાં સુધી ચીન પર 50થી 100 ટકા ટેરિફ લાદવા સહિત મોસ્કો પર દબાણ લાવવા માટે વ્યાપક પગલાં લેવાની વાત કરી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક લાંબી પોસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પે તમામ નાટો દેશો અને વિશ્વને પત્ર મોકલ્યો હોવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, વોશિંગ્ટન રશિયા પર મોટા પ્રતિબંધો સાથે આગળ વધવા માટે તૈયાર છે, પરંતુ ફક્ત ત્યારે જ જો યુરોપિયન ભાગીદારો રશિયન તેલની ખરીદી બંધ કરે અને સંકલિત કાર્યવાહીમાં જોડાય.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બધા નાટો રાષ્ટ્રો અને વિશ્વને મોકલવામાં આવેલ પત્રમાં લખ્યું કે, 'જ્યારે તમામ નાટો દેશો સંમત થાય અને શરુઆત કરે અને જ્યારે બધા નાટો દેશો રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરે, ત્યાર પછી હું રશિયા પર મોટા પ્રતિબંધો લગાવવા તૈયાર છું. જેમ તમે જાણો છો, જીત માટે નાટોની પ્રતિબદ્ધતા 100% કરતાં ઘણી ઓછી રહી છે, અને કેટલાક લોકો દ્વારા રશિયન તેલની ખરીદી આઘાતજનક રહી છે! તે રશિયા પર તમારી વાટાઘાટોની સ્થિતિ અને સોદાબાજી કરવાની શક્તિને ખૂબ નબળી પાડે છે.'
'રશિયા-યુક્રેનનું યુદ્ધ સમાપ્ત ન થાય ત્યાં સુધી ચીન પર 100% ટેરિફ લગાવો'
ટ્રમ્પે વધુમાં લખ્યું કે, 'મારું માનવું છે કે રશિયા અને યુક્રેન સાથેના યુદ્ધ પછી સંપૂર્ણપણે પૂર્ણ ના થાય ત્યાં સુધી નાટો ચીન પર 50%થી 100% ટેરિફ લગાવે, જેથી આ ઘાતક, પરંતુ હાસ્યાસ્પદ, યુદ્ધને સમાપ્ત કરવામાં પણ ખૂબ મદદ મળશે. ચીનની રશિયા પર મજબૂત નિયંત્રણ અને પકડ પણ છે અને આ શક્તિશાળી ટેરિફ તે પકડ તોડી નાખશે. આ યુદ્ધ (જો હું રાષ્ટ્રપતિ હોત તો તે ક્યારેય શરુ થયું ન હોત!), તે બિડેન અને ઝેલેન્સકીનું યુદ્ધ છે. હું ફક્ત તેને રોકવામાં મદદ કરવા અને હજારો રશિયન અને યુક્રેનિયન લોકોના જીવ બચાવવા માટે અહીં છું (ગયા અઠવાડિયે 7,118 લોકો ગુમાવ્યા.). જો નાટો મારા કહ્યા પ્રમાણે કરે છે, તો યુદ્ધ ઝડપથી સમાપ્ત થઈ જશે, અને તે બધાના જીવ બચી જશે! જો નહીં, તો તમે ફક્ત મારો સમય અને યુનાઇટેડ સ્ટેટ્સનો સમય, શક્તિ અને પૈસા બગાડી રહ્યા છો. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર! ડોનાલ્ડ જે. ટ્રમ્પ, યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના રાષ્ટ્રપતિ.'








