Get The App

US Openમાં ટ્રમ્પના કારણે વિલંબ થતાં ફેન્સ ભડક્યા, ચાલુ કાર્યક્રમમાં હૂટિંગ; વીડિયો વાઈરલ

Updated: Sep 8th, 2025

GS TEAM

Google News
Google News
US Openમાં ટ્રમ્પના કારણે વિલંબ થતાં ફેન્સ ભડક્યા, ચાલુ કાર્યક્રમમાં હૂટિંગ; વીડિયો વાઈરલ 1 - image


Donald Trump Hooting in US Open 2025: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રવિવારે આર્થર એશ સ્ટેડિયમમાં જેનિક સિનર અને કાર્લોસ અલ્કારાજ વચ્ચે રમાયેલી યુએસ ઓપનની ફાઈનલ મેચ જોવા પહોંચ્યા હતા. જ્યાં દર્શકો તરફથી તેમને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. અમુક દર્શકોએ ટ્રમ્પને તાળીઓથી વધાવ્યા હતા, જ્યારે અમુકે તેમનો હુર્રિયો (હૂટિંગ) બોલાવ્યો હતો.  ટ્રમ્પ વિરૂદ્ધ  હુર્રિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.

આર્થર એશ સ્ટેડિયમની અંદર ટ્રમ્પ પ્રવેશતા જ  સ્ક્રિન પર દેખાયા હતા. જેથી દર્શકોનું ધ્યાન તેમના તરફ ગયુ હતું. જેમાં અમુક લોકોએ તેમને તાળીઓથી વધાવ્યા હતા, જ્યારે અમુક લોકોએ હુર્રિયો બોલાવી ટીખળ કરી હતી. ટ્રમ્પે આ મિશ્ર પ્રતિક્રિયાનો જવાબ માત્ર હાથ હલાવી અભિવાદનથી આપ્યો હતો.

દર્શકોની નારાજગી પાછળનું કારણ

ટ્રમ્પ આ મેચ જોવા આવવાના હોવાથી સ્ટેડિયમમાં હાઈ-પ્રોફાઈલ સિક્યોરિટી વધારી દેવામાં આવી હતી. જેના લીધે મેચ 30 મિનિટ મોડી શરૂ થઈ હતી. ચાહકો અને દર્શકોએ એક કલાક સુધી લાંબી લાઈનમાં ઉભા રહેવુ પડ્યું હતું. જેથી દર્શકોએ ટ્રમ્પ હાજર થતાં જ નારાજગી વ્યક્ત કરી હતી. અને હુર્રિયો બોલાવ્યો હતો. ટ્રમ્પે તેમનું મુઠ્ઠી બાંધી અને હાથ હલાવી અભિવાદન કર્યું હતું.


આ પણ વાંચોઃ નેપાળમાં સોશિયલ મીડિયા પ્રતિબંધ મુદ્દે યુવાનોનું આંદોલન બન્યું હિંસક, 16ના મોત, ઉપદ્રવીઓને ગોળી મારવાનો આદેશ 

ટ્રમ્પે આપી પ્રતિક્રિયા

વોશિંગ્ટન પરત ફર્યા બાદ ટ્રમ્પે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, 'મેચ જોવાની ખૂબ મજા આવી. બંને ખેલાડીઓની પ્રતિભા ઉત્કૃષ્ટ હતું.' બાદમાં ટ્રમ્પે મજાકિયા અંદાજમાં કહ્યું કે, 'ચાહકો ખૂબ જ સારા હતા.' નોંધનીય છે, ટ્રમ્પ પ્રથમ વખત યુએસ ઓપનમાં આવ્યા નથી. અગાઉ પણ તેઓ નિયમિતપણે મેચ જોવા જતાં હતાં. તેઓ પોતાના પર્સનલ સ્યુટ પરથી મેચ જોતા હતા.



હૂટિંગ પ્રસારિત ન કરવા આપ્યો આદેશ

બિલી જિન કિંગ નેશનલ ટેનિસ સેન્ટરમાં ફાઈનલ મેચ પહેલાં વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટ, એટર્ની જનરલ પામ બોન્ડી, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, અરબેલા કુશનર, અને જેરેડ કુશનરનું આગમન થયુ હતું. જેના લીધે સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી હતી. જેથી મેચ તેના પૂર્વ નિર્ધારિત સમય કરતાં 30 મિનિટ મોડી 2.30 વાગ્યે શરૂ થઈ હતી. અમેરિકાના ટેનિસ એસોસિએશને પોતાના પ્રસારણ પાર્ટનર્સને નિર્દેશ આપ્યો હતો કે, પ્રમુખ વિરૂદ્ધ કોઈપણ પ્રકારના હૂટિંગ (હુર્રિયો) કે વિરોધ પ્રદર્શનના વીડિયો પ્રસારિત કરવામાં આવે નહીં. ટ્રમ્પ પર પ્રતિક્રિયાને સેન્સર કરવાનો આદેશ આપ્યો હતો. 

US Openમાં ટ્રમ્પના કારણે વિલંબ થતાં ફેન્સ ભડક્યા, ચાલુ કાર્યક્રમમાં હૂટિંગ; વીડિયો વાઈરલ 2 - image

Tags :