Get The App

BIG NEWS: ટ્રમ્પની મોટી જાહેરાત, ભારત પર 25 ટકા ટેરિફ, 1 ઓગસ્ટથી આપવો પડશે ટેક્સ

Updated: Jul 30th, 2025

GS TEAM

Google News
Google News
BIG NEWS: ટ્રમ્પની મોટી જાહેરાત, ભારત પર 25 ટકા ટેરિફ, 1 ઓગસ્ટથી આપવો પડશે ટેક્સ 1 - image


Donald Trump announces Tariff on India: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. જેને લઈને ભારતને આગામી 1 ઓગસ્ટથી ટેક્સ આપવો પડશે. ટ્રમ્પે કહ્યું કે, ભારત, અમેરિકાનો મિત્ર હોવા છતા બિઝનેસ મામલે ક્યારેય વધુ સહયોગી નથી રહ્યો. ભારત દુનિયામાં સૌથી વધુ ટેરિફ લગાવનારા દેશોમાંથી એક છે અને ત્યાં નોન-મોનેટરી ટ્રેડ બેરિયર્સ પણ ખૂબ જ જટિલ અને આપત્તિજનક છે. એજ કારણ છે કે અમેરિકા અને ભારત વચ્ચે વ્યાપારિક લેવડ-દેવડ મર્યાદિત રહી.

અમેરિકાએ ફરી એકવાર ભારત પર 25% ટેરિફ ઝીંક્યો

ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ કરીને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, ભારત સૈન્ય ઉપકરણોની ખરીદીમાં વધુમાં વધુ રશિયા પર નિર્ભર છે અને તે ચીનની સાથોસાથ રશિયા પાસેથી ઉર્જાનો પણ સૌથી મોટો ભાગીદાર છે. ભારત રશિયા પાસેથી ખૂબ જ મોટા પાયે શસ્ત્રો અને ઓઈલ ખરીદી રહ્યું છે.  આ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે આખું વિશ્વ ઇચ્છે છે કે રશિયા યુક્રેનમાં હિંસા બંધ કરે. આ તમામ વાતોને જોતા ભારતને 1 ઓગસ્ટથી 25 ટકા ટેરિફની સાથો સાથ એક પેનલ્ટી પણ ચૂકવવી પડશે. આ નિયમ પહેલી ઓગસ્ટથી લાગુ થઈ જશે. આભાર. મેક અમેરિકા ગ્રેટ અગેઇન.'


Tags :