જાણો, ડોનાલ્ડ ટ્રમ્પ અને પોર્નસ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સના કાનુની દાવપેચ વિશે, અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર આવું બન્યું
આ હાઇ પ્રોફાઇલ કેસે દેશ અને દુનિયાનું ધ્યાન ખેચ્યું હતું
ડેનિયલ્સે ૨૦૧૮માં ટ્રમ્પ પર એક ફેડરલ કોર્ટમાં કેસ કર્યો હતો.
ન્યુયોર્ક, ૫ એપ્રિલ,૨૦૨૩, બુધવાર
ડોનાલ્ડ ટ્રમ્પ અને પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ વચ્ચે માનહાની કેસનો અંતિમ ચુકાદામાં ટ્રમ્પની જીત થઇ છે એટલું જ નહી સ્ટોર્મીએ પૂર્વ રાષ્ટ્રપતિને ૧.૨૦ લાખ ડોલરથી વધુ આપવા પડશે. છેલ્લા કેટલાક સમયથી આ હાઇ પ્રોફાઇલ કેસે દેશ અને દુનિયાનું ધ્યાન ખેચ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પને જે રકમ આપવાની થાય છે તે અદાલતમાં કેસ લડવા માટે વકીલોની ફી સ્વરુપની છે. આ કેસમાં પોર્ન સ્ટારે કુલ ૫ લાખ ડોલરનું ચુકવણુ કરવાનું થાય છે.
પ્રાપ્ત સીએનએનના રિપોર્ટમાં જણાવાયું છે કે ડેનિયલ્સે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર માનહાનીનો દાવો કર્યો હતો. તેણીનીએ ટ્રમ્પ પર આરોપ લગાવ્યો હતો કે ૨૦૦૬માં યૌન સંબંધ બનાવવાની અવેજીમાં ટ્રમ્પે ૧૦ વર્ષ પછી ૨૦૧૬માં ગૂપસૂપ નાણા આપ્યા હતા.બંને વચ્ચે 2006માં એક ગોલ્ફ ટુર્નામેન્ટ દરમિયાન પ્રથમ મુલાકાત થઇ હતી. સ્ટોર્મી ડેનિયલ્સે ટ્રમ્પ પર કથિત પૈસા સંબંધી રેકોર્ડમાં ૩૪ પ્રકારની છેડછાડ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. કોઇ પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિએ ગુના કેસનો સામનો કરવો પડયો હોય તેવું અમેરિકાના ઇતિહાસમાં પ્રથમ વાર બન્યું હતું.
ડેનિયલ્સે આરોપ હતો કે ૨૦૧૬માં રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે ચૂંટણી અભિયાન ચલાવતા હતા ત્યારે યૌન સંબંધ બાબતે ચૂપ રહેવા માટે ટ્રમ્પે પોર્નસ્ટારને ૧.૩૦ લાખ ડોલર આપ્યા હતા. જો કે ટ્રમ્પે સમગ્ર આરોપોને બે પાયાવિહોણા અને બદનામ કરવાની ચાલ હોવાનું જણાવ્યું હતું. ડેનિયલ્સે ૨૦૧૮માં ટ્રમ્પ પર એક ફેડરલ કોર્ટમાં કેસ કર્યો હતો. જેમાં વર્ણન કર્યુ હતું કે લાસવેગાસમાં એક અજ્ઞાાત વ્યકિત દ્વારા ટ્રમ્પ સાથેના શારીરિક સંબંધો બાબતે ચુપ રહેવાની ધમકી આપવામાં આવી હતી.
ઓકટોબર ૨૦૧૮માં સ્ટોર્મી ડેનિયલ્સની અરજી ફગાવી દેવામાં આવી હતી.એ સમયે જજ એસ જેમ્સ ઓટેરોએ કહયું હતું કે તેઓ ટ્રમ્પના નિવેદનથી સંપૂર્ણ સહમત છે. પ્રાપ્ત માહિતી અનુસાર કેસ હાર્યા પછી પોર્ન સ્ટારે વધુ એક અપીલ કરી હતી જેમાં પણ તેને સફળતા મળી ન હતી. આ કોર્ટે પણ ૨.૪૫ લાખ લોયર ફી ચુકવવાનો આદેશ કર્યો હતો.
ડેનિયલ્સે ચુકવણુ કરવાના આદેશ વિરુધ અમેરિકી સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સ કરીને દંડ ભરવામાંથી મુકિત મેળવવા કોશિષ કરી હતી. છેવટે અપીલ્સ અદાલતે પણ અપીલને ફગાવી દીધી. અદાલતમાં વકિલોએ જણાવ્યું કે ડેનિયલ્સ વિરુધ કેસ લડવા માટે ૧૮૩.૩૫ કલાકનો સમય બગડયો હતો. માર્ચ ૨૦૨૨માં ડેનિયલ્સે દાવો કર્યો હતો કે ટ્રમ્પને પૈસા આપવા કરતા જેલ જવાનું પસંદ કરશે.