એક હત્યાથી અમેરિકામાં હડકંપ! મિત્ર ચાર્લી કિર્કની હત્યાથી દુઃખી ટ્રમ્પે કરી મોટી જાહેરાત
Charlie Kirk News: અમેરિકન કન્ઝર્વેટિવ એક્ટિવિસ્ટ અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ જ નજીકના સહયોગી ચાર્લી કિર્કની ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. આ ઘટનાએ આખા અમેરિકાને હચમચાવી દીધું છે અને ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ આ હત્યાકાંડથી વ્યથિત છે. ચાર્લી કિર્કની હત્યાનો વીડિયો દુનિયાભરમાં વાયરલ થઈ રહ્યો છે, જેણે અમેરિકામાં રાજનીતિક હિંસાના ખતરાને ફરી એકવાર ઉજાગર કરી દીધો છે. કારણ કે કિર્કે યુવા રિપબ્લિકન મતદારોને એકજુટ કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી અને કિર્ક ઇઝરાયલના કટ્ટર સમર્થક પણ હતા.
આ વચ્ચે રિપબ્લિકન ફ્યૂચર અમેરિકાએ જણાવ્યું કે, ટ્રમ્પે જાહેરાત કરી છે કે, તેઓ ટૂંક સમયમાં જ ચાર્લી કિર્કને મરણોપરાંત પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમથી સન્માનિત કરશે.
સર્ચ ઓપરેશન શરૂ
અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાના જ મિત્રની હત્યાથી ખૂબ દુઃખ છે, તેમણે શૂટરને પકડવા માટે જમીન-આકાશ એક કરવાની વાત કરી છે. તેના માટે ડોર-ટૂ-ડોર સર્ચ ઓપરેશન પણ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ ટ્રમ્પે ચાર્લીના સન્માનમાં રાષ્ટ્રીય ધ્વજને રવિવાર સુધી અડધો ઝૂકાવવાની જાહેરાત કરી.
'શોધી કાઢશે મારી સરકાર'
ચાર્લી કિર્ક ટ્રમ્પના ઇનર સર્કલમાં એક પ્રભાવશાળી વ્યક્તિ હતા. તેઓ ટ્રમ્પના નજીકના હતા અને મેક અમેરિકા ગ્રેટ અગેઇન આંદોલનનો ચહેરો બન્યા. 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પને યુવાનોના મત અપાવવામાં તેમની મહત્ત્વની ભૂમિકા રહી. ટ્રમ્પે કહ્યું કે, 'આ અમેરિકા માટે અંધારાની ક્ષણ છે... હિંસા અને હત્યા તે લોકોને નિશાન બનાવવાનું દુઃખદ પરિણામ છે, જેનાથી તમે અસહમત છો, સૌથી શરમજનક રીતે... મારી સરકાર આ અમાનવીય કૃત્ય માટે જવાબદાર દરેક વ્યક્તિને શોધી કાઢશે.'
ઘટનાનો વીડિયો વાયરલ
જો કે, ચાર્લી કિર્ક યૂટા વૈલી યુનિવર્સિટીના એક ઓપન ફોરમમાં માસ શૂટિંગ્સ પર સવાલોના જવાબ આપી રહ્યા હતા, આ દરમિયાન અચાનક તેમની ગરદનમાં ગોળી વાગી અને તેઓ ખુરશીથી પડ્યા. વીડિયોમાં જોઈ શકાય છે કે કિર્ક એક સફેદ તંબૂ નીચે માઇક્રોફોન પકડીને બોલી રહ્યા હતા, ત્યારે એક ગોળી ચાલી અને તેમની ગરદનની ડાબી બાજુથી લોહી વહેવા લાગ્યું. ચાર્લી અહીં ધ અમેરિકન કમબેક ટૂર પ્રોગ્રામ હેઠળ વિદ્યાર્થીઓને સંબોધિત કરી રહ્યા હતા.