World

‘હું ઈઝરાયલથી નારાજ છું, હવે યુદ્ધ મોરચેથી સૈનિકો પાછા બોલાવો...’ ટ્રમ્પ નેતન્યાહૂ પર ભડક્યા

By GS TEAM
24 Jun 20252 mins read
TukuTouch Logo
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયરની જાહેરાત બાદ ઈરાને તેનો ઉલ્લંઘન કરતાં ઈઝરાયલ પર હુમલો કર્યો હોવાનો દાવો થયો છે. જેથી ઈઝરાયલે પણ પોતાની સેનાને તેહરાન પર બોમ્બ વરસાવવા આદેશ આપ્યો છે. ઈઝરાયલના આ આદેશ બાદ અમેરિકાએ નારાજગી વ્યક્ત કરી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઈઝરાયલ બંને દેશો પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હોવાનો દાવો કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘હું ઈઝરાયલથી નારાજ છું, હવે યુદ્ધ મોરચેથી સૈનિકો પાછા બોલાવો...’ ટ્રમ્પ નેતન્યાહૂ પર ભડક્યા

Iran Israel Ceasefire Violation: Iran Israel Ceasefire Violation: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયરની જાહેરાત બાદ ઈરાને તેનું ઉલ્લંઘન કરતા ઈઝરાયલ પર હુમલો કર્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ દરમિયાન ઈઝરાયલે પણ પોતાની સેનાને તેહરાન પર બોમ્બ વરસાવવા આદેશ આપ્યો છે. આ આદેશ બાદ અમેરિકન પ્રમુખે ઈરાન અને ઈઝરાયલ બંને દેશના વડા સામે નારાજગી વ્યક્ત કરી છે. 


 

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ખાસ કરીને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને સલાહ આપી છે કે, ઈરાન અને ઈઝરાયલ બંને દેશે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. હું આ વાતથી નારાજ છું. ઈઝરાયલ બોમ્બ ના વરસાવે, જો તેઓ હુમલો કરશે તો તે સીઝફાયરનું ગંભીર ઉલ્લંઘન ગણાશે. તમે તાત્કાલિક પાયલટ પાછા બોલાવો.

ઈરાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ હોવાનો આરોપ

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે આજે વહેલી સવારે જ સીઝફાયર થયુ હતું. જેની જાહેરાત ટ્રમ્પે કરી હતી. બંને દેશોએ સહમતિ પણ દર્શાવી હતી. પરંતુ સીઝફાયરના અઢી કલાકમાં જ ઈરાને બીર્શબા શહેરમાં એરસ્ટ્રાઈક કરી હોવાનો દાવો ઈઝરાયલે કર્યો હતો. જેમાં પાંચના મોત નીપજ્યા હોવાનું પણ જણાવ્યું હતું. જો કે, ઈરાને આ દાવો નકાર્યો હતો.

ઈઝરાયલ આકરો જવાબ આપવા સજ્જ

ઈરાન દ્વારા સીઝફાયરના ઉલ્લંઘન બાદ ઈઝરાયલે મજબૂત જવાબ આપવાની તૈયારીઓ શરૂ કરી છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રી કાટ્ઝે પોતાની સેનાને આદેશ આપી દીધો છે કે, તે ઈરાન દ્વારા કરવામાં આવેલા સીઝફાયરના ઉલ્લંઘનનો મજબૂતીથી જવાબ આપે. જેના માટે ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે તાડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઈઝરાયલની આ તૈયારીઓને ધ્યાનમાં લેતાં ટ્રમ્પે તાબડતોડ ટ્વિટ કરી નેતન્યાહૂને યુદ્ધના મોરચેથી સૈનિકોને પાછા વાળવા અપીલ કરી હતી.


ટ્રમ્પે ઉલ્લંઘન ન કરવા આજીજી કરી

ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ બાદ ઈરાનના હુમલાને ધ્યાનમાં લેતાં ટ્રમ્પે અગાઉ ટ્વિટ કરી બંને દેશોને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન ન કરવા આજીજી કરી હતી. તેમણે પોસ્ટ કરી હતી કે, સીઝફાયર હવે અમલી બન્યું છે. મહેરબાની કરીને તેનો ભંગ કરશો નહીં.