World

'રેડ લાઇન ના વટાવશો', UNSCમાં બધા દેશોની સામે ચીનની ઇઝરાયલને કડક શબ્દોમાં ચેતવણી

By GS TEAM
21 Jun 20252 mins read
TukuTouch Logo
ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)માં ઈરાન-ઇઝરાયલ અંગે સ્પષ્ટ શબ્દોમાં વાત કરી છે. યુએનએસસીની ઈમરજન્સી બેઠકમાં ઇઝરાયલ પર સ્પષ્ટ આરોપ લગાવતાં ચીનના કાયમી પ્રતિનિધિ ફુ કોંગે કહ્યું કે ઇઝરાયલની ઈરાન વિરુદ્ધની કાર્યવાહી આંતરરાષ્ટ્રીય કાયદા અને આંતરરાષ્ટ્રીય સંબંધોના ધોરણોનું ઉલ્લંઘન કરે છે. તેના હુમલા ઈરાનની સાર્વભૌમત્વ અને સુરક્ષાને પણ જોખમમાં મૂકે છે અને પ્રાદેશિક શાંતિ તથા સ્થિરતાને ડહોળે છે. ફુ કોંગે કહ્યું કે ચીન સ્પષ્ટપણે આ પ્રકારના હુમલાઓની ટીકા કરે છે અને ઇઝરાયલને ચેતવણી આપે છે કે તે રેડ લાઇન ક્રોસ કરતાં બચે.

Summarized by AI; it may make mistakes. Check important info

'રેડ લાઇન ના વટાવશો', UNSCમાં બધા દેશોની સામે ચીનની ઇઝરાયલને કડક શબ્દોમાં ચેતવણી

China statement on Israel vs Iran war : ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)માં ઈરાન-ઇઝરાયલ અંગે સ્પષ્ટ શબ્દોમાં વાત કરી છે. યુએનએસસીની ઈમરજન્સી બેઠકમાં ઇઝરાયલ પર સ્પષ્ટ આરોપ લગાવતાં ચીનના કાયમી પ્રતિનિધિ ફુ કોંગે કહ્યું કે ઇઝરાયલની ઈરાન વિરુદ્ધની કાર્યવાહી આંતરરાષ્ટ્રીય કાયદા અને આંતરરાષ્ટ્રીય સંબંધોના ધોરણોનું ઉલ્લંઘન કરે છે. તેના હુમલા ઈરાનની સાર્વભૌમત્વ અને સુરક્ષાને પણ જોખમમાં મૂકે છે અને પ્રાદેશિક શાંતિ તથા સ્થિરતાને ડહોળે છે. ફુ કોંગે કહ્યું કે ચીન સ્પષ્ટપણે આ પ્રકારના હુમલાઓની ટીકા કરે છે અને ઇઝરાયલને ચેતવણી આપે છે કે તે રેડ લાઇન ક્રોસ કરતાં બચે. 

ચીને ઉચ્ચારી ચેતવણી 

ઇઝરાયલ-ઈરાન યુદ્ધના ભયને રેખાંકિત કરતાં ફુ કોંગે ચેતવણી આપી હતી કે જો સંઘર્ષ વધુ લંબાશે તો બંને પક્ષોને તો વધારે નુકસાન થશે જ  પણ સાથે આ ક્ષેત્રમાં આવેલા અન્ય દેશો ઉપર પણ તેની ગંભીર અસર દેખાશે. જોકે ચીને એ નહોતું જણાવ્યું કે આ યુદ્ધથી પશ્ચિમ એશિયાના કયા કયા દેશોને અસર થશે. 

ઇઝરાયલ-ઈરાન યુદ્ધ ભીષણ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે  

સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના કાયમી પ્રતિનિધિ ફુ કોંગે કહ્યું કે ઇઝરાયલ-ઈરાન યુદ્ધ દિવસેને દિવસે આગળ વધી રહ્યું છે અને તે જોઈને દુઃખ થાય છે કે આ સંઘર્ષના પરિણામે મોટી સંખ્યામાં નાગરિક જાનહાનિ અને બંને પક્ષોની સંપત્તિઓને નુકસાન થયું છે. અત્યાર સુધીની માહિતી મુજબ આ હુમલામાં ઈરાનના 640 લોકો માર્યા ગયા હતા, જ્યારે ઇઝરાયલનો મૃત્યુઆંક 40 પહોંચી ગયો છે.

ચીને કરી યુદ્ધવિરામની માગ 

ચીન આ યુદ્ધની શરુઆતથી જ યુદ્ધવિરામની માંગ કરી રહ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને 13 જૂને કહ્યું હતું કે ચીન ઇઝરાયલના હુમલાઓથી "અત્યંત ચિંતિત" છે અને ઈરાનની સાર્વભૌમત્વના ઉલ્લંઘનનો વિરોધ કરે છે. વિદેશમંત્રી વાંગ યીએ ઇઝરાયલના હુમલાઓને "અસ્વીકાર્ય" અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું અને શાંતિ માટે રચનાત્મક ભૂમિકા ભજવવાની ઓફર કરી હતી.