જાણો, રશિયાનું ૫૩ વર્ષ જુનું અંતરિક્ષયાન કોસમોસ ૪૮૨ પૃથ્વી પર કયા સ્થળે પડયું ?
૫૩ વર્ષ પહેલા શુક્ર ગ્રહના સંશોધન માટે છોડવામાં આવ્યું હતું
૧ મીટર લાંબા ટાઇટેનિયમ કવર ટુકડાનું વજન ૪૯૫ કિલોગ્રામ હતું
મોસ્કો,૧૨ મે,૨૦૨૫,સોમવાર
સોવિયત સંઘના યુગમાં શુક્ર ગ્રહ માટે છોડવામાં આવેલા રશિયાનું અંતરિક્ષયાન કોસમોસ ૪૮૨ દરિયામાં ખાબકયું હોવાની ચર્ચા છે. જો કે યાન કયાં સ્થળે પડયું તે જાણવા મળ્યું નથી. લગભગ અડધી સદી પહેલા લોંચ કરવામાં આવેલું કોસમોસ અનિયંત્રિત ખાબકલા અંગે રશિયન અંતરિક્ષ એજન્સી અને યુરોપિય સંઘના અંતરિક્ષ નીરિક્ષણ, ટ્રેકિંગ વિભાગે પણ પુષ્ટી કરી છે. રશિયાનું માનવું છે કે કોસમોસ ૪૮૨ નામનું અંતરિક્ષ યાન હિંદ મહાસાગરમાં પડયું હતું.
જો કે નિષ્ણાતોનું માનવું છે કે સટિક જગ્યા કઇ છે તે અંગે હજુ પણ અસમંજસમાં છે. યુરોપિય અંતરિક્ષ એજન્સીનો ટ્રેકિંગ વિભાગ અને જર્મનીના એક રડાર સ્ટેશનને પણ આના સંકેત મળ્યા નથી. એ પણ હજુ સ્પષ્ટ નથી કે અંતરિક્ષયાનનો કેટલો ભાગ હવામાં બળી ગયો અને કેટલાક ભાગ પૃથ્વી પર પડયો છે. નિષ્ણાતોનું માનવું છે કે આ યાન ૧૯૭૨માં સોવિયત સંઘ દ્વારા શુક્ર ગ્રહ માટે લોંચ થયું હતું.જો કે પ્રક્ષેપણ દરમિયાન જ રોકેટ તકનીકમાં ખરાબી સર્જાતા પૃથ્વીની કક્ષાની બહાર નિકળી શકયું ન હતું.
લોંચ પછી મોટો હિસ્સો એક દશકમાં ક્રમશ પૃથ્વી પર પડવા લાગ્યો હતો. શુક્ર ગ્રહ સૌરમંડળનો સૌથી નરમ ગ્રહ છે. આખી તેનો કેટલોક ભાગ પૃથ્વી પર પડી શકે છે પરંતુ તેના કાટમાળથી નુકસાન થવાની સંભાવના ઓછી છે. કોસમોસ અંતરિક્ષનો એક મોટો ગોળાકાર ભાગ ૧ મીટર લાંબો હતો જે ટાઇટેનિયમ કવરથી લપેટાયેલો હતો જેનું વજન ૪૯૫ કિલોગ્રામ હતો. આ લેંડર પૃથ્વી પર પડયું હોયતો સંયુકત રાષ્ટ્રસંઘની સંધિ હેઠળ કાટમાળ રશિયાનો જ માનવામાં આવશે.