દુશ્મની છતાં યુએસનો રશિયા સાથે વેપાર, યુરેનિયમ, પ્લુટોનિયમ અને પેલેડિયમની કરે છે આયાત ?
યુરોપિયન દેશો અને ખૂદ અમેરિકા રશિયા સાથે ટ્રેડ કરે છે
યુરોપીય સંઘે રશિયા પાસેથી ૮.૭૪ અબજ યૂરોની વસ્તુઓ ખરીદી
મોસ્કો,૬ ઓગસ્ટ,૨૦૨૫,બુધવાર
અમેરિકાએ ભારત પર ૨૫ ટકા ટેરિફના સ્થાને હવે ૫૦ ટકા ટેરિફ વસુલવાની જાહેરાત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ માને છે કે ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઇલ ખરીદે છે અને તેની આવકનો ઉપયોગ રશિયા યુક્રેન સાથેના યુધ્ધની મશીનરીમાં કરે છે. ભારતે પણ અમેરિકા અને પશ્ચિમી દેશો પર બેવડા ધોરણ લગાવવાનો આરોપ મુકયો છે જેમાં સંપૂર્ણ તથ્ય છે. યુરોપિયન દેશો અને ખૂદ અમેરિકા રશિયા સાથે ટ્રેડ કરે છે. યુક્રેન યુધ્ધ ચાલતું અમેરિકા અને યૂરોપ,રશિયા અને અરબો યૂરોની ખરીદી કરે છે.
સમાચાર એજન્સી એએફપી છે આ સૌદાઓની તુલના કરી છે. અમેરિકા સેંન્સેસ બ્યૂરો અને બ્યૂરો ઓફ ઇકોનોમિકલ એનાલિસિસ ડેટા મુજબ ૨૦૨૪માં અમેરિકાએ રશિયા પાસેથી ૧.૧૭ ડોલરનું ખાતર ખરીદયું હતું જે ૨૦૨૧ની સરખામણીમાં ૧.૧૪ અબજ ડોલરના ચુકવણા કરતા વધારે છે. ૨૦૨૪માં અમેરિકાએ રશિયા પાસેથી ૬૨.૪ કરોડ ડોલરનું સંવર્ધિત યુરેનિયમ અને પ્લુટોનિયમ ખરીદયું હતું. ગત વર્ષ અમેરિકાએ રશિયા પાસેથી ૮૭.૮ કરોડ ડોલરનું પેલેડિયમ નિકાસ કર્યુ હતું. ૨૦૨૧માં પેલેડિયમના આ સોદો માત્ર ૧.૫૯ ડોલર હતો.
યૂરોપીય સંઘના આંકડા તૈયાર કરતી સંસ્થા યુરોસ્ટેટના અહેવાલમાં પણ રશિયા અને યુરોપના ટ્રેડની પુષ્ઠી થાય છે.૨૦૨૫ની પ્રથમ ત્રિમાસીમાં યુરોપીય સંઘે રશિયા પાસેથી ૮.૭૪ અબજ યૂરોની વસ્તુઓ ખરીદી હતી. આ આંકડો ૨૦૨૧માં ૩૦.૫૮ અબજ ડોલર હતો. જાન્યુઆરી ૨૦૨૨થી અત્યાર સુધીમાં યુરોપે કશિયા પાસેથી કુલ ૨૮૭ અબડ યુરોનો કારોબાર કર્યો છે. જેમાં ક્રુડ તેલ,નિકલ, પ્રાકૃતિક ગેસ, ખાતર,લોખંડ અને સ્ટીલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નાટો દેશોના સભ્ય તુર્કી પણ રશિયા પાસેથી ક્રુડ તેલ ખરીદે છે.
ભારત જ નહી ચીન પણ રશિયા પાસેથી ક્રુડ તેલ ખરીદે છે. ૪ વર્ષ પહેલા રશિયા યુરોપિય સંઘનો સૌથી મોટો પ્રેટ્રોલિયમ આપતો દેશ હતો. યુક્રેન યુધ્ધ પછી ઇયુએ દરિયાઇ માર્ગેથી આવતા રશિયાના કાચા તેલ પર પ્રતિબંધ મુકી દીધો છે. રશિયાનું તેલ આયાત ૧૪.૦૬ અબજ ૨૦૨૧માં હતું તે ઘટીને ૨૦૨૫ના પ્રથમ કવાટરમાં ૧.૪૮ અબજ યુરો હતું. ૨૦૨૧ના પ્રથમ સપ્તાહના આંકડા મુજબ ૪૮ ટકા પ્રાકૃતિક ગેસની ખરીદી થતી હતી જે ૨૦૧૫માં ૧૭ ટકા જેટલી છે. ચાર વર્ષ પહેલા યુરોપિય સંઘ રશિયા પાસેથી ૨૮.૧૫ ટકા ખાતર ખરીદતું હતું જે હાલમાં ૨૫.૬૨ ટકા જેટલું છે મતલબ કે તેમાં ખાસ ઘટાડો થયો નથી.
ભારતની રશિયા સાથેની ખરીદીમાં છેલ્લા ૪ વર્ષમાં વધારો
યુરોપની સરખામણીમાં ભારતની રશિયા સાથેની ખરીદીમાં છેલ્લા ૪ વર્ષમાં વધારો થયો છે. ૨૦૨૧માં ભારતનો રશિયા સાથેનો નિકાસ વેપાર ૮.૨૫ અબજ ડોલરનો હતો જે ૨૦૨૪માં ૬૫.૭ અબજ ડોલરે પહોંચ્યો હોવાનું મનાય છે. ૨૦૨૧માં ભારત અને રશિયા વચ્ચે ક્રુડ વેપાર ૨.૩૧ અબજ ડોલરનો હતો જે ૨૦૨૪માં ૫૨.૨ અબજ ડોલરનો થયો છે. આ દરમિયાન રશિયાએ ભારત પાસેથી ૩.૫ અબજ ડોલરનો કોલસો પણ ખરીદયો છે જે ૪ વર્ષ પહેલા વેપાર ૧.૧૨ અબજ ડોલરનો હતો. ખાતરનો વેપાર પણ ૪૮.૨ ડોલરથી વધીને ૧.૬૭ અબજ ડોલર થયો છે. ૨૦૨૫ના પ્રથમ ત્રણ માસમાં અમેરિકાએ રશિયા પાસેથી ૨.૫૦ અબજ ડોલરની આયાત કરી હતી.