Get The App

ગ્રીનલેન્ડ અંગે ડેન્માર્કને દગાખોરીની આશંકા ? ટ્રમ્પે આપેલી ખાતરી છતાં ડેન્માર્કે સૈનિકો વધાર્યા

Updated: Jan 24th, 2026

GS TEAM

Google News
Google News
ગ્રીનલેન્ડ અંગે ડેન્માર્કને દગાખોરીની આશંકા ? ટ્રમ્પે આપેલી ખાતરી છતાં ડેન્માર્કે સૈનિકો વધાર્યા 1 - image

- અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ અંગે બળપ્રયોગ કરવાના કરેલા ઇન્કાર છતાં ડેન્માર્ક ચૂપ નથી બેઠું : સૈનિકો વધાર્યા, યુદ્ધ માટે તૈયાર કર્યા

નવી દિલ્હી : ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકા અને અન્ય નાટો દેશો વચ્ચે વિશ્વાસનું સ્તર ઘટી રહ્યું છે. દાવોસમાં નાટો ચીફ સાથેની મુલાકાત પછી, ટ્રમ્પે જાહેર કર્યુ ંહતું કે ગ્રીનલેન્ડે અમેરિકાનાં આધિપત્ય નીચે લાવવાનો તેમનો કોઈ ઇરાદો નથી. તે ગ્રીનલેન્ડમાં સૈન્ય બળનો ઉપયોગ નહીં કરે.

જોકે, જમીની હાલાત કંઈ જુદી જ છે. ડેન્માર્ક સરકારે તેની જાસૂસી સંસ્થાઓ દ્વારા માહિતી પ્રાપ્ત કરી છે તેને ધ્યાનમાં લઈ તેણે ગ્રીનલેન્ડમાં સૈન્યની તૈનાતી વધારી દીધી છે. ત્યાં રહેલા પોતાના સૈનિકોને સાચી ગોળીઓનો ઉપયોગ કરવા માટે તૈયાર કર્યા છે.

ડેનીશ-મીડિયા જણાવે છે કે, સૈન્યનો આ કમાન્ડ સીધો જ ઉચ્ચતમ સ્તર (રાજા) તરફથી આવ્યો છે. તે ઉપરથી નિશ્ચિત થઈ શકશે કે, ડેન્માર્ક, અમેરિકી પ્રશાસન પર કેટલો વિશ્વાસ રાખે છે. જોકે આ તબક્કે તો સરકાર કે વિપક્ષ કોઈને હુમલાની આશંકા ન હતી. પરંતુ હવે તેમણે સૌથી ગંભીર સ્થિતિ વિશે પણ સામનો કરવાની તૈયારી કરી લીધી છે.

પહેલાં ૨૧ જાન્યુઆરીએ, બળપ્રયોગનો ઇન્કાર કરી દીધો હતો. તેથી ગ્રીનલેન્ડ પર રહેલાં દળોને હાઈ-એલર્ટ પરથી નીચે ઉતારી દીધા હતા. અધિકારીઓની ચિંતા પણ ઘણી ઘટી ગઈ હતી. પરંતુ છેલ્લે પ્રાપ્ત અહેવાલો પ્રમાણે ડેનીશ સૈનિકોને ટોચના કમાન્ડ તરફથી લિખિત આદેશ મળ્યા પછી ડેનીશ વિમાનો ગ્રીનલેન્ડ સુધી સૈનિકો અને સેના ઉપકરણો લઈ જતાં નાગરિક અને સૈન્ય-વિમાન જોવા મળે છે છતાં ડેન્માર્ક કોઈ સંઘર્ષની સીધી આશંકા દર્શાવતું નથી. છતાં સેના પૂરેપૂરી તૈનાત થઈ ગઈ છે.