VIDEO : ટેક ઓફ કરતાં જ ભડભડ સળગવા લાગ્યું ડેલ્ટા એરલાઇન્સનું વિમાન, ઈમરજન્સી લેન્ડિંગ
Delta Airlines Emergency Landing : અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના બાદથી સતત વિમાનમાં ખામીઓના અહેવાલો વધી ગયા છે. ત્યારે હવે અમેરિકાના લોસ એન્જલસમાં એટાલાન્ટા જતી ડેલ્ટા એરલાઈન્સની ફ્લાઇટ શુક્રવારે DL446માં ઉડાન ભર્યા બાદ એન્જિનમાં આગ લાગવાને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવી પડી.
સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ
આ ઘટના લોસ એન્જલસ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બની હતી. આ પણ બોઈંગનું 767-400 વિમાન હતું. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં દેખાય છે કે ઉડાન દરમિયાન વિમાનના ડાબા એન્જિનમાં આગ લાગી ગઇ હતી. જોકે કોઈ મુસાફર કે ક્રૂ મેમ્બર્સને ઈજા થઇ નથી અને વિમાને ઈમરજન્સી લેન્ડિંગ સફળતાપૂર્વક કરી હતી.
25 વર્ષ જૂનું છે વિમાન
પાઈલટે તાત્કાલિક ઈમરજન્સી સ્થિતિની જાહેરાત કરી હતી અને વિમાન લેન્ડિંગ કરાવ્યું હતું. એર ટ્રાફિક કન્ટ્રોલ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવતા ઈમરજન્સી સેવાઓને તહેનાત કરીને આગ કાબૂમાં લેવામાં આવી હતી. આ વિમાન આશરે 25 વર્ષ જૂનું છે અને તેમાં જનરલ ઈલેક્ટ્રિક કંપનીના બે સીએફ6 એન્જિન લાગેલા છે.