Get The App

ડેલ્ટા એરલાઈન્સને ફ્લાઇટ એટેડન્ટની ભૂલ એક લાખ ડોલરમાં પડી !

Updated: Nov 2nd, 2025

GS TEAM

Google News
Google News
ડેલ્ટા એરલાઈન્સને ફ્લાઇટ એટેડન્ટની ભૂલ એક લાખ ડોલરમાં પડી ! 1 - image

- ફ્લાઇટ એટેન્ડન્ટ 26 વર્ષનો અનુભવ ધરાવતો હોવા છતાં ભૂલ થઈ

- એન્જિનિયરોએ કલાક સુધી મથામણ કર્યા પછી ઇમરજન્સી સ્લાઇડ અલગ કરાતા પ્લેન ઉડી શક્યું

વોશિંગ્ટન: અમેરિકાની એક વિમાની કંપનીને તેના પ્લેનને ફ્લાઇટ એટેન્ડન્ટની ભૂલ એક લાખ ડોલરમાં એટલે કે ૮૮ લાખ રૂપિયામાં પડી છે. ફ્લાઇટ એટેન્ડન્ટે દરવાજો ખોલવાના બદલે ભૂલથી ઇમરજન્સી એક્ઝિટ સ્લાઇડને શરૂ કરી દીધી હતી. તેના કારણે પેસેન્જર કલાક સુધી પ્લેનમાં ફસાયેલા રહ્યા હતા, પ્લેન ઉડવામાં ચાર કલાકનો વિલંબ થતાં પેસેન્જરોએ કનેક્ટિંગ ફ્લાઇટ ગુમાવી હતી. 

ફ્લાઇટ એટેન્ડન્ટે દરવાજો ખોલવાના બદલે ભૂલથી ઇમરજન્સી એક્ઝિટ સ્લાઇડ શરુ કરતાં પ્રવાસી ફસાયા

આમ છતાં પણ વિમાની કંપની ડેલ્ટા એરલાઇન્સે કર્મચારીને દંડ ફટકારવાના બદલે તેને નવેસરથી તાલીમ આપવાનું વિચાર્યું છે. બહુ ઓછી કંપનીઓ આવું કરી શકતી હોય છે. ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટમાં એક્ઝિટ સ્લાઇડ ચાલુ થતાં ફ્લાઇટમાં બેસેલા પ્રવાસીઓ કલાકોના કલાકો સુધી અંદર ફસાયેલા રહ્યા. તેના પછી એન્જિનિયરોએ આ મુશ્કેલીનું સમાધાન કર્યુ ત્યારે તે બહાર નીકળી શક્યા.  ઇન્ટરનેટ પર એક યુઝરે રેડિટ પર આના અંગેની પોસ્ટ મળી હતી. તેને ૨૧ હજારથી વધુ અપ્સ મળ્યા હતા. ન્યૂયોર્ક પોસ્ટ જણાવ્યા મુજબ એટેન્ડન્ટની એક ભૂલ એરલાઇન્સને લાખ ડોલરમાં પડી અને પ્રવાસીઓ કલાકો સુધી હેરાન થયા. હવે જે ફ્લાઇટ એટેન્ડન્ટે ભૂલ કરી તેને લગભગ ૨૬ વર્ષનો અનુભવ હતો. તેના પછી તેણે અજાણતા જ દરવાજો ખોલતા સમયે હેન્ડલ ઉઠાવી લીધું. 

સ્લાઇડને જેટ બ્રિજની સામે ગોઠવવામાં આવી તે સમયે વિમાનની અંદર પેસેન્જર થોડા સમય માટે ફસી ગયા. લગભગ એક કલાક સુધીની મથામણ પછી એન્જિનિયરોએ મેન્યુઅલ રીપેર કરી એક્ઝિટ સાઇડને અલગ કરી નહીં ત્યાં સુધી પ્રવાસીઓ ફસાયેલા રહ્યા. આના કારણે ચાર કલાક મોડું થયું. જો કે એરલાઇન્સે પેસેન્જરોને તેમના ડેલ્ટાના જ બીજા પ્લેનમાં સીટ બુક કરાવી આપવાની વ્યવસ્થા કરી.