Get The App

દીપુચંદ્રની નિર્દયી હત્યા : દુનિયાભરમાંથી ફટકાર : યુ.એન., યુ.એસે ઉગ્ર ટીકા કરી

Updated: Dec 23rd, 2025

GS TEAM

Google News
Google News
દીપુચંદ્રની નિર્દયી હત્યા : દુનિયાભરમાંથી ફટકાર : યુ.એન., યુ.એસે ઉગ્ર ટીકા કરી 1 - image

- યુનુસ સરકાર જવાબ આપી શકતી નથી : બેકફૂટ પર

- બાંગ્લાદેશમાં લઘુમતિઓની પરિસ્થિતિ અંગે સર્વે ચિંતિત વિશેષત: હિન્દુઓ અને યહૂદીઓને સતત નિશાન બનાવાય છે

યુએન : બાંગ્લાદેશમાં લઘુમતિઓ ઉપર થઈ રહેલા જુલ્મો અને વિશેષત: એક હિન્દુ યુવાનની અકારણ કરાયેલી નિર્દયી હત્યા અંગે યુનાઇટેડ નેશન્સના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

સોમવારે (અમેરિકન સમય પ્રમાણે) નિયમાનુસાર યોજાતી પત્રકાર પરિષદમાં મહામંત્રીના પ્રવક્તા સ્ટીફન દુજારિકે કહ્યું હતું કે, તે દેશની પરિસ્થિતિ અંગે સંયુક્ત રાષ્ટ્રો અત્યંત ચિંતિત છે. ત્યાં લઘુમતિઓ ઉપર થઈ રહેલા અત્યાચારો અને વિશેષત: હિન્દુઓ ઉપર થતા 'લીચીંગ'ના તાજેતરમાં થયેલા બનાવ અંગે યુએન ઘણું ચિંતિત બની રહ્યું છે. આશા રાખીએ કે બાંગ્લાદેશની સરકાર યોગ્ય પગલાં (લઘુમતિઓની સુરક્ષા માટે) લેશે.

બીજી તરફ અમેરિકાના સાંસદોએ પણ બાંગ્લાદેશમાં યુવા નેતા શરીફ ઓસ્માન બિન હાદીની ઉપર થયેલા ગોળીબાર પછી તેના થયેલા મૃત્યુ પછી બાંગ્લાદેશમાં ફાટી નીકળેલા રમખાણો અને તેમાં હિન્દુઓને અકારણ નિશાન બનાવવાની ઘટના તથા દીપુ દાસની કરાયેલી ક્રૂર હત્યા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને ત્યાં લઘુમતિઓને પૂરી સલામતી આપવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

ટૂંકમાં એક નિર્દોષની કરાયેલી અતિ ક્રૂર હત્યા અંગે દુનિયાભરમાંથી યુનુસ સરકાર ઉપર ફીટકાર વરસાવાઈ રહ્યો છે. યુનુસ સરકાર બેકફૂટ પર આવી ગઈ છે. તેને શો જવાબ આપવો તે સૂઝ પડતી નથી. તેણે દીપુ દાસની હત્યા સંદર્ભે ૧૨ જણાની ધરપકડ કરી છે. પરંતુ વિશ્વ ચોકમાં યુનુસ સરકાર અપરાધી બની ઊભી છે તે નિશ્ચિત છે.

બાંગ્લાદેશનાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું હતું કે, અકારણ નિશાન બનાવાયેલા દીપુ દાસને તેઓ જીવે છે ત્યાં સુધીમાં ન્યાય અપાવીને જ રહેશે.