જકાર્તા: ઇન્ડોનેશિયન બચાવકર્તાઓએ રવિવારે ગુમ થયેલા વિમાનનો કાટમાળ શોધી કાઢ્યો હતો. જે વાદળછાયા વાતાવરણ દરમિયાન સુલાવેસી ટાપુ પર પર્વતીય પ્રદેશની નજીક પહોંચતી વખતે ૧૧ લોકો સાથે ક્રેશ થયું હોવાનું માનવામાં આવે છે. ટર્બોપ્રોપ એટીઆર ૪૨-૫૦૦ ઇન્ડોનેશિયાનાં મુખ્ય ટાપુ જાવા પરનાં યોગ્યકાર્તાથી દક્ષિણ સુલાવેસી પ્રાંતની રાજધાની મકાસર જઇ રહ્યું હતું. જ્યારે એર ટ્રાફિક કન્ટ્રોલ દ્વારા તેના અભિગમને સુધારવા માટે સુચના આપવામાં આવ્યા પછી શનિવારે તે રડારથી અદ્રશ્ય થઇ ગયું હતું.
ઇન્ડોનેશિયા એર ટ્રાન્સપોર્ટ દ્વારા સંચાલિત આ વિમાન છેલ્લે બપોરે ૧.૧૭ વાગ્યે દક્ષિણ સુલાવેસી પ્રાંતનાં પર્વતીય જિલ્લા મારોસના લિઆંગ-લિઆંગ વિસ્તારમાં ટ્રેક કરવામાં આવ્યું હતું. તેમાં આઠ ક્રૂ સભ્યો અને મરીન અફેર્સ અને ફિશરીઝ મંત્રાલયના ત્રણ મુસાફરો હતાં. જેઓ હવાઇ દરિયાઇ દેખરેખ મિશનનાં ભાગરૂપે સવાર હતાં.


