યુરોપમાં જીવલેણ ગરમી : 62,700 લોકોનાં મોત માનવજાત ઉપર પ્રચંડ ગરમીનો તોળાતો ખતરો
- 2002 થી 2024 સુધીમાં ગરમીના મહિનાઓ દરમિયાન 1,81,000થી વધુ લોકોનાં મૃત્યુ થયા હોવાનું નોંધાયું છે
બાર્સીલોના (સ્પેન) : દુનિયામાં ગત વર્ષના પ્રમાણમાં ચાલુ વર્ષે ગરમી વધતી રહે છે. ઠંડા હવામાન માટે જાણીતા તેવા યુરોપમાં ૨૦૨૪માં ગરમીને લીધે ૬૨,૭૦૦ થી વધુ લોકોનાં મૃત્યુ નોંધાયા છે. તેમાં મરનારાઓની સૌથી વધુ સંખ્યા મહિલાઓ અને વૃદ્ધોની છે.
રોઈટર્સના રિપોર્ટ પ્રમાણે નેચર મેડીસીનમાં ૨૨મી સપ્ટેમ્બરે છપાયેલા રિપોર્ટ તથા બાર્સીલોના ઇન્સ્ટીટયુટ ફોર ગ્લોબલ હેલ્થની રિસર્ચમાં, ૩૨ યુરોપીય દેશોમાં રોજ મૃત્યુ પામનારાઓનો ડેટા એકત્રિત કરાય છે. તેનું વિશ્લેષણ કરીને અનુમાન બાંધવામાં આવ્યું છે કે, ૨૦૨૨ થી ૨૦૨૪ ના ઉનાળાના દિવસો દરમિયાન ગરમીથી ૧,૮૧,૦૦૦થી વધુના મૃત્યુ થયા હતા.
તે રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે ૧ જુન થી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ વચ્ચે મૃત્યુ આંક ૨૩% જેટલો વધ્યો છે. ૨૦૨૨માં તે મૃત્યુ આંક ૬૭,૯૦૦ જેટલો હતો. આથી આપણે હવે ઋતુ પરિવર્તન સાથે અનુકુળ થવું પડે તેમ છે.
યુરોપિય યુનિયનની કોપર નિકસ કલાઇમેટ ચેઇન્જ સર્વિસનાં જણાવ્યા પ્રમાણે ૨૦૨૪માં તો રેકોર્ડ ગરમી નોંધાઈ હતી.
કલાઇમેન્ટ ચેન્જ રીસર્ચના મુખ્ય લેખક ટોમસ જાનોએ કહ્યું આપણે હવે ઋતુ પરિવર્તનને અનુકુળ થતાં શીખવું પડશે.
હજી સુધી ૨૦૨૫માં ગરમીથી કેટલા મૃત્યુ થયા છે. તે જાણવા મળ્યું નથી, પરંતુ તીવ્ર ગરમીને લીધે હોસ્પિટલોમાં દાખલ થયેલાની સંખ્યા ૨૦ ટકા જેટલી વધી છે. રોઇટર્સનો રિપોર્ટ જણાવે છે કે, એસઆઇએમઇયુના અધ્યક્ષ એલેસેન્ડ્રો રીકાર્ડીએ જણાવ્યું હતું કે, જે દર્દીઓ પહેલેથી જ નિર્બળ હતા અને કોઈને કોઈ બિમારીથી પીડીત હતા. તેઓની હોસ્પિટલોમાં વધુ દેખરેખ રાખવી અનિવાર્ય છે. હોસ્પિટલો ઉપર દબાણ વધી ગયું છે.