Get The App

દલાઈ લામા પોતે જ પોતાના વારસ નિશ્ચિત કરી શકે : ચીનને ભારતનો સણસણતો જવાબ

Updated: Jul 3rd, 2025

GS TEAM

Google News
Google News
દલાઈ લામા પોતે જ પોતાના વારસ નિશ્ચિત કરી શકે : ચીનને ભારતનો સણસણતો જવાબ 1 - image

- દલાઈ લામાના વારસ માટે અમારી મંજૂરી જોઈએ : ચીન

- વિશ્વભરના બૌદ્ધ-ધર્મીઓના આરાધ્ય, દલાઈ લામા 6 જુલાઈએ 90 વર્ષના થશે : ઉજવણી સમયે ભારતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે

નવીદિલ્હી : ચીને કહ્યું હતું કે, દલાઈ લામાના વારસ માટે અમારી મંજૂરી આવશ્યક છે. ભારતે આ સામે સખ્ત વિરોધ દર્શાવતાં ભારતે કહ્યું હતું કે, દલાઈ-લામા પોતે જ પોતાનો વારસ નિશ્ચિત કરી શકે, તેમાં અન્ય કોઈની દરમિયાનગીરી સ્વીકાર્ય જ નથી.

સામાન્ય પરંપરા તે છે કે કોઈ પણ બાળકમાં દલાઈ લામા તરીકેનો પુનરાવતાર જોવા મળે, તેને જ દલાઈ લામા તરીકે બૌદ્ધો સ્વીકારે છે.

દલાઈ લામા ૬ઠ્ઠી જુલાઈએ ૯૦ વર્ષના થશે. તે સમયે તેઓનાં વર્તમાન નિવાસસ્થાન ધર્મશાળામાં ભારતના પ્રતિનિધિઓ તરીકે કેન્દ્રના લઘુમતિઓ વિભાગમાંથી મંત્રી કિરણ રીજ્જુ અને જનતા દળ (યુ)ના નેતા લલ્લનસિંહ તે ઉજવણીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. 

રીજ્જુએ આ અંગે કહ્યું હતું કે, તે ઉત્સવ સંપૂર્ણ રીતે ધાર્મિક જ હશે, તેમાં રાજકારણને સ્પર્શવામાં નહીં આવે.

રીજ્જુ ભલે તેમ કહે પરંતુ જ્યારે વિશ્વભરમાંથી બૌદ્ધધર્મના અગ્રણીઓ એકત્રિત થયા હોય, ત્યારે રાજકીય બાબતો વિશેષત: ચીને ૧૯૫૦થી તિબેટ પર જમાવેલા કબજા વિશે ચર્ચા થવાની જ છે.

સંભવ તે પણ છે કે તે સમયે અમેરિકા પશ્ચિમના દેશોના પણ ભારતના પ્રતિનિધિઓની જેમ જ ઉપસ્થિત રહેશે જ.