Get The App

યુએસમાં બેરિલ ચક્રવાતે ૨૨ લાખ ઘરોની વીજળી ગૂલ કરી, ૧૮ લોકોના મોત

ટેકસાસ, લુઇસિયાના અને હ્વુસ્ટન ચક્રવાતની અસરથી વિધુત ગ્રીડોને નુકસાન

બેરિલ નબળું પડીને કલાકના ૪૫ કિમીની ઝડપે કેનેડા ઉત્તર પૂર્વ તરફ ગયું

Updated: Jul 10th, 2024

GS TEAM


Google News
Google News
યુએસમાં બેરિલ ચક્રવાતે ૨૨ લાખ ઘરોની વીજળી ગૂલ કરી, ૧૮ લોકોના મોત 1 - image


ન્યૂયોર્ક,૧૦ જુલાઇ,૨૦૨૪,બુધવાર 

દક્ષિણ અમેરિકામાં બેરિલ નામનું તોફાન ત્રાટકવાથી ભારે તબાહી મચી ગઇ છે. મંગળવારે બેરિલને ઉષ્ણ કટિબંધીય ચક્રવાત જાહેર કરવામાં આવ્યું હતું. તોફાને કુલ ૧૮ લોકોના જીવ લીધા છે. તોફાનની અસરના પગલે ૨૩ લાખ ઘરોમાં વીજળી ડૂલ થઇ છે. ગત સપ્તાહ કેરેબિયન સાગરમાં બેરિલ તોફાન ઉઠયું હતું. જે અત્યાર સુધીમાં સૌથી વધુ તીવ્રતા ધરાવતી શ્રેણી ૫ માં આવે છે. સોમવારે ટેકસાસમાં કેટેગરી -૧ તરીકે પ્રવેશ કર્યો હતો. ટેકસાસમાં ૭ તેમજ લુઇસિયાનામાં એક વ્યકિતનું મોત થયું હતું. 

વૃક્ષો પડવાથી અને પૂર આવવાથી ૭ લોકોના મુત્યુ થયા હતા. બેરિલને ઉત્તર ઉષ્ણકટિબંધીય ચક્રવાત તરીકે ઓળખવામાં આવ્યું હતું. ચક્રવાતની અસરથી વિધુત ગ્રીડોને નુકસાન થવાથી ટેકસાસમાં ૨૨ લાખ લોકોના ઘરમાં વીજળી ગૂલ થઇ હતી. લૂઇસિયાનામાં ૧૪૦૦૦ ઘરોમાં વીજળી ન હતી. નિવાસીઓને અનુકૂળ હોય તેવા સ્થળોએ સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. કર્મચારી વીજ સેવા ફરીથી કાર્યાન્વિત કરવા પ્રયાસ કરતા હતા. ૨૩ લાખની વસ્તી ધરાવતા હ્વુસ્ટનમાં તોફાની હવાઓના લીધે ખૂબ વિપરીત અસર થઇ છે. હેરિસ કાઉન્ટીના શેરિફ એડ ગોંજાલેઝના જણાવ્યા અનુસાર ઘરો પર વૃક્ષો પડવાની જુદી જુદી ઘટનાઓ બની. જેમાં ૫૩ વર્ષીય પુરુષ અને ૭૪ વર્ષીય મહિલાનું મોત થયું હતું. 

હ્વુસ્ટનના મેયર જોન વ્હિટમાયર એક વ્યકિતનું વીજળી પડવાથી મુત્યુ થયું હોવાની પુષ્ઠી કરી હતી. પોલીસ વિભાગના એક કર્મચારીનું પૂરમાં તણાવાથી મોત થયું હતું. લુઇસિયાનામં બૉસિયર પેકિશ શેરિફ કાર્યાલય દ્વારા વૃક્ષ પડવાથી એક વ્યકિતનું મોત થયું હોવાનું નોંધવામાં આવ્યું હતું. અમેરિકી રાષ્ટ્રીય તોફાન કેન્દ્રને જણાવ્યું હતું કે બેરિલ મંગળવારે નબળું પડી ગયું હતું. પ્રતિ કલાક ૪૫ કિલોમીટરની ઝડપ સાથે કેનેડાની ઉત્તર પૂર્વ તરફ આગળ વધ્યું હતું. 

Tags :