રશિયાને આતંકી જાહેર કરનાર ઈયુ સંસદની વેબસાઈટ પર સાઈબર એટેક


- હેકિંગના થોડા સમય બાદ ઈયુની વેબસાઈટ રિસ્ટોર થઈ

- રશિયન સરકારના સમર્થક હેકર્સના ગુ્રપે સાઈબર હુમલાની જવાબદારી લીધીઃ યુરોપિયન સંઘનાં પ્રમુખે ટ્વિટરમાં જાણકારી આપી

બ્રસેલ્સ : યુરોપિયન સંઘની સંસદે રશિયાને આતંકી રાષ્ટ્ર જાહેર કર્યાની કલાકોમાં જ રશિયન હેકર્સે ઈયુની વેબસાઈટને નિશાન બનાવીને સાઈબર એટેક કર્યો છે. યુરોપિયન સંઘની વેબસાઈટ સ્લો થઈ ગઈ હતી. કલાકો બાદ ઈયુના આઈટી એક્સપર્ટ્સે ફરીથી વેબસાઈટ રિસ્ટોર કરી દીધી હતી.

યુરોપિયન સંઘે રશિયાને આતંકવાદી રાષ્ટ્ર જાહેર કર્યું હતું. એ માટેનો પ્રસ્તાવ રજૂ થયો હતો. રશિયાને આતંકી રાષ્ટ્ર જાહેર કરવાના પ્રસ્તાવના સમર્થનમાં ૪૯૪ મતો પડયા હતા. સમર્થનના વિરોધમાં ૫૮ મતો પડયા હતા. ૪૮ સભ્યોએ મત આપ્યો ન હતો. યુક્રેન પર યુદ્ધ કરવા બદલ યુરોપિયન સંઘે આ કાર્યવાહી કરી હતી. એ ઘટનાના કલાકો બાદ રશિયન હેકર્સે યુરોપિયન સંઘની વેબસાઈટ હેક કરી દીધી હતી. યુરોપિયન સંઘના પ્રમુખ રોબર્ટો મેટસોલાએ ટ્વિટરમાં લખ્યું હતુંઃ યુરોપિયન સંઘની વેબસાઈટને રશિયન સમર્થક હેકર્સના જૂથે નિશાન બનાવ્યું હતું. યુરોપિયન સંસદની વેબસાઈટ પર થયેલા સાઈબર એટેકની જવાબદારી રશિયન સમર્થક હેકર્સના ગુ્રપે લીધી હોવાનું પણ ઈયુના પ્રમુખે કહ્યું હતું. ઈયુના સભ્ય દેશોએ આ સાઈબર એટેકની ઝાટકણી કાઢી હતી. યુરોપિયન સંઘના આઈટી વિભાગની ટીમે વેબસાઈટને હેકિંગના થોડા સમય બાદ ફરીથી શરૂ કરી હતી. વેબસાઈટ હેકિંગના કારણે ખૂબ જ સ્લો થઈ ગઈ હતી.

ઈયુના પ્રવક્તાએ કહ્યું હતું કે આ ખૂબ જ સોફેસ્ટિકેટેડ સાઈબર એટેક હતો. વેબસાઈટ્સના ટ્રાફિકને સર્વરથી અલગ કરી દેવામાં આવ્યો હતો. જોકે, આઈટી વિભાગે ફરીથી વેબસાઈટને નેટવર્ક સાથે જોડી દીધી હતી.

City News

Sports

RECENT NEWS