સંસ્કૃતિને સરહદો હોતી નથી : કરાચીમાં 'રામાયણ' નૃત્ય-નાટિકાને પ્રેક્ષકોએ ઉત્સાહપૂર્વક આવકારી
- ફિલ્મ અને આર્ટક્રિટિકા ઑમર આલ્વીએ ભારોભાર પ્રશંસા કરી
- ડિરેકટર યોગેશ્વર કરેરાએ કહ્યું : આ નૃત્ય-નાટિકાને મળેલો અસામાન્ય આવકાર દર્શાવે છે કે પાકિસ્તાનનો સમાજ સુધરી રહ્યો છે
કરાચી : કરાચી સ્થિત થિયેટર ગુ્રપ મૌજ દ્વારા રજૂ થયેલી નૃત્ય-નાટિકા રામાયણ ને અસામાન્ય આવકાર મળ્યો છે. આ નૃત્ય-નાટિકામાં સાંસ્કૃતિક પરંપરા અને આધુનિક ટેકનોલોજીનો સુભગ સંગમ જોવા મળે છે. કરાચી આર્ટસ કાઉન્સિલ દ્વારા સ્ટોરી ટેલિંગ માટે આર્ટિફિશ્યિલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સ્કૂલ ઓફ વિઝયુઅલ એન્ડ પરફોર્મિંગ આર્ટસના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પેઇજ ઉપર આ નૃત્ય-નાટિકાના ફોટો પણ વાયરલ કરાયા છે.
ડીરેકટર યોગેશ્વર કાંરેરાએ કહ્યું હતું કે, આટલો બધો આવકાર આ નૃત્ય-નાટિકાને મળશે તેવી મેં આશા જ રાખી ન હતી. એવું લાગે છે કે હવે પાકિસ્તાનનો સમાજ વધુ સુધરી રહ્યો છે. અન્યને સ્વીકાર્ય ગણી રહ્યો છે. તેનો મને સંતોષ છે. આ નાટિકાને કોઈ ધાક-ધમકી પણ મળી નથી. તેને ઘણાએ આર્ટ-ક્રિટિકે આવકારી છે.
ખ્યાતનામ કલા વિશ્લેષક (આર્ટ ક્રિટિક) ઓમેર આલ્વીએ કહ્યું હતું કે આ નાટિકા ભજવનારાઓની પ્રતિબદ્ધતાથી હું ઘણો જ પ્રભાવિત થયો છુ. તેમાં વાર્તા રજૂ કરવાની અસામાન્ય ધ્વનિ અને પ્રકાશની તેમજ સંગીતની ગૂંથણી અદ્ભૂત રીતે કરવામાં આવી છે. તેમાં રંગીન વસ્ત્ર પરિધાનો તથા સુંદર કલાકૃતિઓ સમગ્ર નૃત્ય-નાટિકાને ગૌરવ આપે છે.
આ નૃત્ય-નાટિકાની નિર્માત્રી રાણીન્કાઝમીએ આ નાટિકામાં સીતાની ભૂમિકા ભજવી હતી. તેઓએ કહ્યું કે આ પ્રાચીન કથાને પ્રેક્ષકો સમક્ષ રજૂ કરતાં હું રોમાંચિત થઈ ગઈ હતી.