Get The App

ક્યુબામાં કટોકટી : નથી ઇંધણ, નથી ખાદ્ય પદાર્થો અમેરિકાનો ઘેરો સખત અને સખત બનતો જાય છે

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
ક્યુબામાં કટોકટી : નથી ઇંધણ, નથી ખાદ્ય પદાર્થો અમેરિકાનો ઘેરો સખત અને સખત બનતો જાય છે 1 - image

- મધ્યયુગીય સુલ્તાનોની જેમ ટ્રમ્પ વિરોધીઓને રૃંધી રહ્યા છે. ક્યુબામાં આરોગ્ય સેવા ખોરવાઈ છે : ઇંધણના અભાવે વીજળી પણ નથી

નવી દિલ્હી : મધ્યયુગીય સુલ્તાનો જેમ તેમનો સામનો કરનારાઓ અને નમતું ન જોખનારાઓના દુર્ગોને બાર બાર વર્ષ સુધી ઘેરો નાખી રૃંધી રહ્યા હતા, તેમજ આધુનિક યુગમાં ફર્સ્ટ સીટીઝન ઓફ ધ વર્લ્ડ કહેવાતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ક્યુબા ઉપર તેની સખત ઘેરાબંધી કરી છે કે ત્યાં નથી ઇંધણ, ઇંધણના અભાવે નથી વીજળી, કે નથી ખાદ્યાન્ન કે નથી રહી પૂરતી આરોગ્ય સેવાઓ. તે માટે ટ્રમ્પે ક્યુબા ઉપર જ દોષ ઢોળતાં કહ્યું હતું કે તે અમેરિકા સાથે રમજૂતી કરતું નથી. તેથી અમારે આ પગલું ભરવું પડયું છે.

ક્યુબા સાથેનો અમેરિકાનો વિરોધ કૈં આજકાલનો નથી. ૧૯૬૨ ના ઓક્ટોબરની ૨૬ મીએ તે સમયમાં નીકિતા ખુશ્ચોવનાં નેતૃત્વ નીચેના સોવિયેત સંઘે ક્યુબામાં મિસાઈલ ગોઠવતાં તે સમયના અમેરિકાના પ્રમુખ જ્હોન એફ કેનેડીએ આપેલાં આખરીનામાં અને છેવટે સોવિયેત સંઘે ઉઠાવી લીધેલાં મિસાઈલ્સ જેટલો જૂનો અમેરિકા ક્યુબા વચ્ચેનો વિરોધ છે.

અમેરિકાએ આ વખતે મુકેલી આ ઘેરાબંધીને લીધે ક્યુબાનું અર્થતંત્ર લગભગ ખતમ થઈ ગયું છે. ટ્રમ્પ સામ્યવાદી દેશોની સામે પડી ગયા છે. તેઓએ વેનેઝૂએલા પર હુમલા કરી તેના પ્રમુખ નિકોલસ માદુરો અને તેમનાં પત્નીને જેલમાં નાખ્યા છે. ઇરાનની સામે યુદ્ધની ધમકી ઉચ્ચારી રહ્યા છે. તેઓએ વેનેઝૂએલામાં જેમ સત્તા પરિવર્તન કરાવ્યું તેમજ ઇરાનમાં પણ તેઓ સત્તા પરિવર્તન કરાવવા માગે છે. તેઓએ ક્યુબાની કોમ્યુનિસ્ટ સરકારને એક યા બીજા માર્ગે દૂર કરવાના શપથ લીધા છે.

એર ફોર્સ વનમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું તો તેમ છે કે તેઓ ક્યુબામાં સત્તા પરીવર્તન કરવા માગતા નથી. પત્રકારોએ ક્યુબામાં સામ્યવાદી સરકાર દૂર કરવાની તમારી ઇચ્છા છે ? તેવા પ્રશ્નનો ટ્રમ્પે ગોળ ગોળ જવાબ આપ્યો હતો, અને કહ્યું હતું કે તેઓ તેમ માની શકો છો. પરંતુ મને તે જરૂરી હોય તેમ લાગતું નથી.

આ સાથે ટ્રમ્પે કહ્યું હતું કે ઘેરાબંધી છતાં હું તે દેશ (ક્યુબા) સાથે મંત્રણા કરવા તો તૈયાર જ છું. જાન્યુ. ૨૬માં ટ્રમ્પે જે દેશો ક્યુબા સાથે વ્યાપાર કરતા હોય તેમના ઉપર ભારે ટેરિફ નાખવા માટે પણ એક્ઝિક્યુટીવ ઓર્ડર પર સહી કરી હતી પરંતુ તેથી ક્યુબામાં ઈંધણ, વીજળી અને ખાદ્યોની તથા આરોગ્યની પણ કટોકટી ઊભી થઈ છે.