'સ્વતંત્ર પેલેસ્ટાઈન રાષ્ટ્રની રચના કરો...' ઈઝરાયલ સાથેના યુદ્ધનો અંત આણવા હમાસે મૂકી શરત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Israel vs hamas War Updates : ઈઝરાયલ સાથે ચાલી રહેલા લાંબા યુદ્ધ વચ્ચે હમાસે સ્પષ્ટ કર્યું છે કે તે સ્વતંત્ર પેલેસ્ટાઇન રાષ્ટ્રની સ્થાપના પહેલાં શસ્ત્રો નહીં મૂકશે નહીં. જ્યાં સુધી અમને સ્વતંત્ર પેલેસ્ટાઈન રાષ્ટ્રનો અધિકાર નહીં મળે ત્યાં સુધી અમે સશસ્ત્ર સંઘર્ષ બંધ નહીં કરીએ. અમે એક સાર્વભૌમ પેલેસ્ટાઇન રાષ્ટ્ર ઇચ્છીએ છીએ જેની રાજધાની જેરુસલેમ હોય.
હમાસને નિઃશસ્ત્ર કરવું એ યુદ્ધવિરામની એક શરત
ઉલ્લેખનીય છે કે ગાઝામાં 22 મહિનાથી યુદ્ધ ચલાવી રહેલા ઇઝરાયલે કાયમી યુદ્ધવિરામ માટે હમાસને નિઃશસ્ત્ર કરવાની શરત રાખી છે. યુદ્ધવિરામ માટે મધ્યસ્થી કરી રહેલા ઇજિપ્ત અને કતારે તાજેતરમાં હમાસને શસ્ત્રો મૂકવાની અપીલ કરી હતી. તેમનો હેતુ ગાઝામાં કાયમી યુદ્ધવિરામ માટે ગ્રાઉન્ડ તૈયાર કરવાનો હતો પરંતુ પેલેસ્ટિનિયન સંગઠને શસ્ત્રો મૂકવાનો ઇનકાર કર્યો છે.
ઇઝરાયલી ગોળીબારમાં 44 લોકો માર્યા ગયા
શનિવારે ઇઝરાયલી સૈનિકોના ગોળીબાર અને હવાઈ હુમલામાં 44 લોકો માર્યા ગયા. આમાંથી બે રાહત સામગ્રી વિતરણ કેન્દ્રો નજીક ગોળીબારમાં 10 લોકો માર્યા ગયા જ્યારે રાહત સામગ્રી ટ્રકોની રાહ જોઈ રહેલી ભીડના 19 લોકો સામેલ હતા. બંને ઘટનાઓમાં ડઝનબંધ લોકો ઘાયલ થયા છે.
લોકો ખોરાકની વ્યવસ્થા કરવા ઘર બહાર નીકળ્યા
અમેરિકન સંસ્થા GHF ના વિતરણ કેન્દ્ર પર પહોંચેલા યાહ્યા યુસુફે જણાવ્યું હતું કે સવારથી ખોરાક શોધવા માટે ભટકવું એ રોજિંદી બાબત બની ગઈ છે. હવે બાળકો અને પુખ્ત વયના લોકો બધા વહેલી સવારે તંબુઓમાંથી બહાર નીકળીને ખોરાક મેળવવા માટે આવે છે અને રાત સુધી ભટકતા રહે છે.









