અમેરિકામાં અનોખી સગાઈ! વાવાઝોડાને સાક્ષી માની પ્રેમીએ પ્રેમિકાએ પ્રપોઝ કર્યું, વીડિયો વાઈરલ
US Volcano News : વાવાઝોડાને જોઈને સામાન્ય માણસ ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરતો હોય છે. પરંતુ, અમેરિકાનું એક કપલ વાવાઝોડાની પાછળ ભાગી રહ્યું હતું. વાવાઝોડુ દેખાતાની સાથે જ પ્રેમીએ તેની પ્રેમિકાને પ્રપોઝ કર્યું હતું.
અમેરિકાના ઓક્લાહામામાં રહેતા મેટ મિશેલ અને કેનેડાની બેકી પટેલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેઓ ઓક્લાહામામાં એક જગ્યાએ ઊભા હતા ત્યાં આકાશમાં વાવોઝોડું ગરજી રહ્યું હતું. મિશેલે એક ઘૂંટણે બેસીને બેકીને પ્રપોઝ કર્યું હતું અને બેકીએ તરત હા પાડી હતી.
વાયરલ વિડીયોમાં પવન ફૂંકાવાનો અવાજ સંભળાય છે. મિશેલ બેકીને કહેતા સંભળાય છે કે, આય લવ યુ બેબી. જવાબમાં બેકી ખુશીથી ચીસો પાડીને તેને ભેટી પડે છે. બેકી પટેલે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, ઓક્લાહામામાં એક અદભૂત વાવાઝોડાની સામે મિશેલે એક ઘૂંટણે બેસીને બાકીની જિંદગી સાથે ગાળવા માટે પૂછ્યું હતું.
તેઓ છ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. બેકી અમેરિકામાં બે અઠવાડિયા સુધી રોકાવાની હતી. પરંતુ, મિશેલે તેને સમજાવતા તેણે વધુ એક અઠવાડિયા માટે રોકાવાનું નક્કી કર્યું હતું.