આથી વધુ ખોટી ગણતરી જ ન હોઈ શકે : દક્ષિણ-કોરિયાની શાંતિ દરખાસ્ત સામે કીમ જોંગ ઉનની બહેનના ઉગ્ર પ્રહારો
- સામ્યવાદી જગતમાં સ્ટેલિનના પુત્રી પછી સૌથી સમર્થ મહિલા
- સત્તા અને સંઘર્ષના પર્યાય સમાન આ સૌંદર્ય-સામ્રાજ્ઞી દેખાવે જેટલાં સુંદર છે હૃદયથી તેટલાં જ ધારદાર છે : શાંતિ સમજૂતી થવા દે તેમ લાગતું નથી
પ્યોંગ્યાંગ : ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનના બહેન કીમ યાઁ ઉન જ ખરા અર્થમાં સર્વસત્તાધિશ છે. તાજેતરમાં દક્ષિણ કોરિયાના પ્રમુખ લી-જે-જ્યોંગે મોકલેલી શાંતિ દરખાસ્ત ઉપર ધારદાર પ્રહારો કરતાં કિમ યાઁ ઊને કહ્યું હતું કે, 'આથી વધુ ખોટી ગણતરી જ ન હોઈ શકે.'
ઉત્તર કોરિયાના શાસક પક્ષ ''સામ્યવાદીપક્ષ''માં ઉચ્ચ સ્થાન ધરાવતાં કિમ-જોંગે લી-જે-પ્યોંગે મોકલેલી શાંતિ દરખાસ્તની ઠેકડી ઉડાડતાં કહ્યું કે, 'એક તરફ તે શાંતિ દરખાસ્ત મોકલે છે તો બીજી તરફ અમેરિકા સાથે સંરક્ષણ કરારો કરે છે. તેઓ પણ તેમના પુરોગામીથી જરા પણ જુદા નથી.' તેઓએ વધુમાં કહ્યું હતું કે, 'દક્ષિણ કોરિયા જો માત્ર થોડા સુંદર ભાવનાત્મક શબ્દો દ્વારા પરિસ્થિતિ ફેરવવા માગતા હોય તો તેથી વધુ ખોટી કોઇ ગણતરી જ ન હોઈ શકે.' કોરિયન સેન્ટ્રલ ન્યુઝ એજન્સીએ કીમ યો જોંગના આ શબ્દો પ્રસારિત કર્યા હતા.
દક્ષિણ કોરિયાના લી તા. ૪ જૂને યોજાયેલી ચૂંટણીમાં કટ્ટરવાદી નેતા યૂન-સુફ-એઓલને તેમના માર્શલ-લો ના નિષ્ફળ પ્રયત્ન પછી પરાજિત કરી. લી-જે-પ્યોંગ વિજય થયા હતા. તેઓએ ઉત્તર કોરિયાને 'શાંતિ-પ્રસ્તાવ' મોકલ્યો હતો. તેમણે સરહદ ઉપર લાઉડ સ્પીકર દ્વારા કરાતો ઉત્તર કોરિયા વિરૂદ્ધનો પ્રચાર બંધ કરાવ્યો અને ઉત્તર કોરિયામાં સામ્યવાદી સરકાર વિરૂદ્ધ પત્રિકાઓ તેના વિસ્તારમાં ફેંકવી બંધ કરાવી. આ અંગે ઉત્તર કોરિયાના અધિકારીઓએ કહ્યું હતું કે, 'આવું કામ કરવાની તેમને જરૂર જ ન હતી.' બીજી તરફ ઉત્તર કોરિયામાં સત્તા અને સંઘર્ષના પર્યાય સમાન આ સૌંદર્ય સમ્રાજ્ઞી કીમ-યો-યોંગે કહ્યું હતું કે, આ અંગે કશી ગણતરી કરવાની પણ જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે, તે સમયના અખંડ સોવિયેત સંઘના સરમુખત્યાર સ્ટાલિનના સમયમાં જેવી તેઓનાં પુત્રી વેલેન્ટિના તારાશ્કોવા સર્વસત્તાધિશ બની રહ્યા હતા, તેમજ અત્યારે ઉત્તર કોરિયામાં સરમુખત્યાર કિમ-જોંગ-ઊનના બહેન કીમ-યો-જોંગ સર્વસત્તાધિશ બની રહ્યા છે. તેઓ ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે શાંતિ સમજૂતિ સ્થાપવા દે તેમ જ નથી. તેઓનો તર્ક તો બહુ સ્પષ્ટ છે. તેઓ કહે છે કે એક તરફ દક્ષિણ કોરિયા શાંતિ સમજૂતિની વાતો કરે છે તો બીજી તરફ અમેરિકા સાથે સંરક્ષણ કરારો કરે છે. તે પછી શાંતિ સમજૂતિની દરખાસ્ત કરવી તેજ તેની સૌથી મોટી થાપ (મિસ-કેલ્ક્યુલેશન) છે.