WHOએ હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાનું ટેસ્ટીંગ કર્યું બંધ
બર્લિન, 5 જુલાઇ 2020 રવિવાર
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કહ્યું કે, તે હોસ્પિટલમાં એડમિટ કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની સારવારમાં મેલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીન અસરકારક છે કે નહીં તે અંગે ચાલી રહેલા પરીક્ષણને બંધ કરી રહ્યું છે. સંગઠને એડ્સના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવા લોપિનાવિર/રિટોનાવિરના પરીક્ષણને પણ બંધ કરી દીધું છે.
WHOએ શનિવારે કહ્યું કે, તેણે પરીક્ષણ પર નજર રાખી રહેલી સમિતિની હાઈડ્રોક્સીક્લોરોક્વીન અને એચઆઈવી/એઈડ્સના દર્દીઓની સારવાર માટે ઉપયોગ થતી દવા લોપિનાવિર/રિટોનાવિરની પરીક્ષણને રોકવાની ‘ભલામણ સ્વીકારી’ લીધી છે.
સંગઠને કહ્યું કે, વચગાળાના પરિણામ દર્શાવે છે કે, હાઈડ્રોક્સીક્લોરોક્વીન અને લોપિનાવિર/રિટાનાવિરના ઉપયોગથી હોસ્પિટલમાં એડમિટ કોવિડ-19ના દર્દીઓના મૃત્યુદરમાં કોઈ ઘટાડો નથી આવ્યો કે પછી સામાન્ય ઘટાડો આવ્યો.
WHOએ કહ્યું કે, હોસ્પિટલમાં એડમિટ જે દર્દીઓને આ દવાઓ આપવામાં આવી, તેમનો મૃત્યુદર વધવાનો પણ કોઈ ‘નક્કર પુરાવો’ નથી, તો તેની સાથે સંલગ્ન પરીક્ષણના ક્લીનિકલ લેબોરેટરી પરિણામમાં તેની સાથે જોડાયેલા સુરક્ષા સંબધી કેટલાક સંકેત મળ્યા છે.
ડબલ્યુએચઓએ કહ્યું કે, આ નિર્ણય એ દર્દીઓ પર સંભવિત પરીક્ષણને પ્રભાવિત નહીં કરે, જ હોસ્પિટલમાં એડમિટ નથી કે કોરોના વાયરસના સંપર્કમાં આવ્યાની આશંકાથી પહેલેથી કે તેના થોડા સમય પછીથી દવા લઈ રહ્યા છે.