For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોરોનાની સાઈડ ઈફેક્ટ! હસવાનું ભૂલ્યા જાપાનીઓ, હવે સ્માઈલ કરવાનું શીખવા માટે ચૂકવી રહ્યા છે રૂપિયા

Updated: Jun 6th, 2023

Article Content Image

Image Source: Twitter

- જાપાની લોકોને માસ્ક પહેરવાની એવી આદત પડી ગઈ છે કે, સરકારે નિયમોમાં ઢીલ આપી છે છતાં તેઓ માસ્ક પહેરી રહ્યા છે

નવી દિલ્હી, તા. 06 જૂન 2023, મંગળવાર

કહેવાય છે કે, હસવાના પૈસા નથી લાગતા. પરંતુ જાપાનમાં લોકો હસવા માટે પૈસા ચૂકવી રહ્યા છે. આ કોઈ મજાક નથી હકીકત છે. કોરોના મહામારી દરમિયાન જાપાનીઓએ એટલા લાંબા સમય સુધી માસ્ક પહેરી રાખ્યું કે, તેઓ સ્માઈલ કરવાનું ભૂલી ગયા છે.

હકીકતમાં, કોરોના સમયગાળા દરમિયાન, જાપાનીઓએ માસ્ક પહેરવાના નિયમનું સખતપણે પાલન કર્યું. જોકે આ પહેલા પણ તેઓ બીમારીઓથી બચવા માટે માસ્ક પહેરતા આવ્યા છે. વિદ્યાર્થીઓ તેમની પરીક્ષા અથવા કોઈ મહત્વપૂર્ણ દિવસ પહેલા બીમાર ન પડે એટલા માટે તેઓ માસ્કનો ઉપયોગ કરે છે. તેની આડઅસર જોવા મળી કે હવે તેમને હસસાનું શીખવા માટે ક્લાસિસ કરવા પડી રહ્યા છે.

ટોક્યો આર્ટ સ્કૂલના ડઝનો વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ હાથમાં કાચ લઈને હસતા શીખી રહ્યા છે. પોતાની આંગળીઓથી ગાલોથી ચેહરાને ખેંચીને આ લોકો હસવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. એવું ભાગ્યે જ જોવા મળે કે, સ્માઈલ કરવા માટે તમારે પૈસા આપવા પડે. પરંતુ સ્માઈલ કોચ કિકો કવાનોની ક્લાસ અટેન્ડ કરવા માટે લોકો ફી આપી રહ્યા છે.

જાપાની લોકોને માસ્ક પહેરવાની એવી આદત પડી ગઈ છે કે, સરકારે નિયમોમાં ઢીલ આપી છે છતાં તેઓ માસ્ક પહેરી રહ્યા છે. ફેબ્રુઆરીમાં થયેલા એક સર્વે પ્રમાણે પ્રતિબંધ હટાવ્યા બાદ પણ 8% જાપાનીઓએ જ માસ્ક પહેરવાનું છોડ્યુ છે. માસ્ક પહેરવાને કારણે છેલ્લા ત્રણ વર્ષમાં મોટાભાગના જાપાનીઓની સામે હવે એ સમસ્યા ઉભી થઈ છે કે માસ્ક વિના પબ્લિક લાઈફમાં કેવી રીતે જવું.

તેઓને માસ્ક પહેરવાની એવી આદત પડી ગઈ કે તેઓએ હસવાનું બંધ કરી દીધું. આવો જ એક ક્લાસ લેતી 20 વર્ષની વિદ્યાર્થીની કહે છે કે તેણે લાંબા સમયથી તેના ચહેરાના સ્નાયુઓનો ઉપયોગ કર્યો નથી તેથી આ એક સારી કસરત છે. માસ્ક પહેરવાને કારણે લોકોને હસવાની બહુ જરૂર નહોતી લાગતી અને હવે તેઓ તેની ખામી ભોગવી રહ્યા છે.

કીકો કવાનો રેડિયો હોસ્ટ રહી ચૂકી છે અને વર્ષ 2017માં તેણે સ્માઈલ કંપની શરૂ કરી હતી. જો કે, કોવિડ સમયગાળા દરમિયાન તેને વધુ લોકપ્રિયતા મળી. તે લોકોને હસતા શીખવે છે અને તેના ફાયદા શું છે તે જણાવે છે. તેણે કહ્યું કે લોકો જીમમાં જઈને તેમના શરીરના સ્નાયુઓને મજબૂત બનાવે છે પરંતુ ચહેરો ભૂલી જાય છે.

Gujarat