શત્રુઘ્ન સિંહા લાહોરમાં એક લગ્ન સમારોહમાં ઉપસ્થિત રહ્યા, વિડિયો થયો વાયરલ
લાહોર,20 ફેબ્રુઆરી 2020 ગુરૂવાર
ભારતીય ફિલ્મ અભિનેતા અને પૂર્વ સાંસદ શત્રુઘ્ન સિંહાએ લાહોરમાં એક લગ્ન સમારોહમાં ઉપસ્થિત રહ્યા,પાકિસ્તાની મિડિયાનાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિવાહ સમારોહમાં હાજર રહેલા લોકોએ વખતે ચોંકી ગયા જ્યારે તેમણે શત્રુઘ્ન સિંહાને જોયા,બંને દેશ વચ્ચે ચાલી રહેલી તંગદિલી વચ્ચે સિંહાની ઉપસ્થિતીથી તેમણે સુખદ આશ્ચર્ય અનુભવ્યું.
પાક અદાકારા રીમા ખાન સાથે જોવા મળ્યા શત્રુઘ્ન સિંહા
સમારોહમાં શત્રુઘ્ન સિંહા પાકિસ્તાની અભિનેત્રી રીમા ખાનની સાથે જોવા મળ્યા, આ બંનેનો વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઇ રહ્યો છે, આ વિડિયો એક પાકિસ્તાની વેબસાઇટ ઓલપાકડ્રામાઓફિશિયલ દ્વારા વાયરલ કરવામાં આવ્યો, જેમાં લખ્યું કે દિગ્ગજ બોલિવુડ અભિનેતા અને રાજકારણી શત્રુઘ્ન સિંહા લાહોરમાં એક લગ્ન સમારોહમાં જોવા મળ્યા, ફિલ્મ સ્ટાર રીમા ખાન પણ ત્યાં ઉપસ્થિત રહી હતી.
પાક બિઝનેશમેનનાં પુત્રનાં લગ્નમાં ઉપસ્થિત રહ્યા
મિડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે શત્રુઘ્ન સિંહા પાકિસ્તાની બિઝનેશમેન અસદ અહસનનાં પુત્રનાં લગ્નમાં ઉપસ્થિત રહેવા માટે આવ્યા હતાં, આ લગ્ન સમારોહમાં કવ્વાલી કાર્યક્રમનો પણ તેમણે આનંદ લીધો હતો, રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે તે બે દિવસ માટે પાકિસ્તાન આવ્યા છે, અને અહીં તેઓ કેટલાક રાજનેતાઓ સાએ પણ મુલાકાત કરશે.