આપણાં મૂલ્યોથી તદ્દન વિરૂદ્ધ છે : આયર્લેન્ડના પ્રમુખ હીગીન્સે ભારતીયો પરના હુમલા વખોડયા

- ઇન્દુચાચા, આયર્લેન્ડના 'રાષ્ટ્રપિતા' દ'વાલેરાના સેક્રેટરી હતા
- આપણાં જાહેર સ્થળો કે ઇન્ટરનેટ ઉપર કોઇના પણ વિષે ધિક્કાર ભર્યાં લખાણો હોવા ન જોઇએ : માઈકેલ હીગીન્સ
ડબ્લીન, નવી દિલ્હી : આયર્લેન્ડમાં ભારતીયો ઉપર થઇ રહેલા શ્રેણીબધ્ધ હુમલાઓને વખોડતાં પ્રમુખ માઇકેલ ડી. હીગીન્સે કહ્યું હતું કે આપણે જે મૂલ્યોને આદરણીય ગણીએ છીએ, તેથી તે તદ્દન વિરોધાભાસી છે.
મંગળવારે પ્રતિબધ્ધ કરેલાં તેઓનાં વિધિવત્ નિવેદનમાં ભારતીયો ઉપર થઇ રહેલા હુમલાઓને વખોડતાં તેઓએ આયર્લેન્ડના વિકાસમાં ભારતીયોએ આપેલાં પ્રદાનની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તેઓની હાજરી તેઓનું કામ અને તેઓની સંસ્કૃતિએ તથા ઉદારતાએ તો આપણને સમૃદ્ધ કર્યા છે. તે હુમલાઓ અજ્ઞાાનને લીધે કે દુર્ભાવને લીધે થયા હોય તો પણ તે વખોડવા યોગ્ય છે.
તેઓએ વધુમાં કહ્યું આપણાં જાહેર સ્થળોએ કે ઇન્ટરનેટ ઉપર પણ વિદેશીઓ વિષે ધિક્કાર ભર્યાં લખાણો હોવા ન જોઇએ.
સોમવારે એક ભારતવંશીય બાલિકા ઉપર થયેલા હુમલા પછી પ્રમુખ હીગીન્સે આ આક્રોશ ઠાલવ્યો હતો.
આયરર્લેન્ડના નાયબ વડાપ્રધાન સાયમન હેરીએ તેઓનાં ઠ પ્લેટફોર્મ ઉપર લખ્યું હતું કે આયર્લેન્ડના વિકાસમાં ભારતીયોએ આપેલો ફાળો ઘણો બધો છે. અત્યારે આયર્લેન્ડમાં ૭૮,૦૦૦ જેટલા ભારતવંશીઓ વસે છે તે પૈકી નર્સો પણ છે તે કુલ નર્સોના ૨૦% જેટલી છે. આયર્લેન્ડની વસ્તીમાં ૨% જેટલા ભારતીયો છે.
આ તબક્કે તે ઉલ્લેખનીય છે કે ૧૯૨૨ સુધી આયર્લેન્ડ પર બ્રિટનનો કબજો હતો. તેને આઝાદ કરનાર ઇમન દ'વાલેરાના રહસ્યમંત્રી તરીકે આપણાં ઇન્દુચાચાએ કામ કર્યું હતું. ઇમન દ'વાલેરાએ જ ભારતીયોને સ્વતંત્ર થવા એલાન આપ્યું હતું. ઇન્દુચાચા ઓક્સફર્ડમાં અભ્યાસ કરવા ગયા હતા. તેવામાં આયર્લેન્ડમાં આઝાદી આંદોલન શરૂ થતાં ત્યાં પહોંચ્યાં. તેઓ મૂળ ભારતમાં શરૂ થયેલાં ગદ્દર (ડેગર) તલવાર) આંદોલનમાં જોડાયા. તે પૂર્વે ઓક્સફર્ડમાં અભ્યાસ કરવા ગયા હતા. ત્યાંથી ઇમન દ'વાલેરાનો તેઓની વિદ્દત્તા જોઇ તેઓને રહસ્યમંત્રી બનાવ્યા. દ'વાલેરા પોતે જ એક મહાન વિદ્વાન હતા.
તમોને આશ્ચર્ય થશે કે મહાન ઇતિહાસકાર એચ.જી.વેલ્સ પણ જન્મે આયરિશ હતા. આયર્લેન્ડનું મૂળ નામ તો આયર છે. આયર એટલે ગરૂડનો માળો.
પ્રમુખ હીગીન્સે પોતાનાં નિવેદનના અંતમાં ભારત અને આયર્લેન્ડના દાયકાઓ જૂના સંબંધો યાદ કરતાં સંસ્થાનવાદ સામે બંને દેશોએ આપેલી લડતની યાદ આપી હતી સાથે મહિલાઓના પણ મતાધિકાર માટે આયર્લેન્ડમાં આંદોલન ચલાવનાર ભારતવંશીય માર્ગારેટ કઝીન્સને પણ યાદ કર્યા હતા.









