મહિલા કર્મચારી પાસે સેકસ સ્લેવરી કોન્ટ્રાકટ પર સાઇન કરાવી, કંપનીનો માલિક કરતો રહયો શોષણ
સીઇઓએ કોન્ટ્રાકટ સાઇન કરાવ્યો તે ૯ પાનાનો હતો.
ગુલામ કયારેય માલિકની વાતનો ઇન્કાર કરી શકતો નથી.
ન્યૂયોર્ક,૧૪ ડિસેમ્બર,૨૦૨૩,ગુરુવાર
અમેરિકામાં એક ટેક કંપનીના માલિકે કર્મચારી મહિલાને ગુલામની જેમ રાખીને સેકસ સ્લેવરી કોન્ટ્રાકટ કરાવ્યા હોવાનું ઘટના બની છે. કોન્ટ્રાકટમાં જણાવ્યા મુજબ ગુલામે હંમેશા પોતાના માલિકની વાત માનવાની જ હોય છે. ગુલામ કયારેય માલિકની વાતનો ઇન્કાર કરી શકતો નથી. જો ગુલામ આનું ઉલંઘન કરશે તો તેને સજા કરવામાં આવશે. આ કોન્ટ્રાકટ કરાવીને કંપનીનો માલિક કર્મચારી મહિલાનું જાતિય શોષણ કરતો રહયો હતો.
ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ ૪૫ વર્ષનો ક્રિશ્વિયન લાંગ કંપનીનો કો ફાઉન્ડર છે.તે એક ટેક કંપનીનો સીઇઓ પણ રહી ચુકયો છે. તે સીઇઓ હતો ત્યારે કંપનીના પૂર્વ મહિલા કર્મચારી જેન ડો ને સેકસ સ્લેવરી ક્રોન્ટ્રાકટ સાઇન માટે મજબૂર કરી હતી. આ અંગે ક્રિશ્ચિયન લાંગ પર હવે કેસ કરવામાં આવ્યો છે. પીડિત મહિલા જેન ડો એ ફરિયાદમાં જણાવ્યા અનુસાર કંપનીમાં એકિઝકયૂટિવ આસિસ્ટન્ટ તરીકે નિમણુંક કરવામાં આવી હતી.
થોડાક મહિના પછી બળજબરીથી સેકસ સ્લેવરી કોન્ટ્રાકટ પર સાઇન કરાવી હતી. આ કોન્ટ્રાકટ હેઠળ ઘણા સમય સુધી જેનનું યૌન શોષણ થયું હતું. જેન ડૉએ લાંગ પર આરોપ લગાવ્યો હતો કંપનીના સીઇઓએ કોન્ટ્રાકટ સાઇન કરાવ્યો તે ૯ પાનાનો હતો. જયારે પણ લાંગને સેકસની જરુર હોય હંમેશા હાજર રહેવું પડતું હતું. કયારેય ના પાડવાની નહી એટલું જ નહી જયારે પણ માલિક સામે મળે ત્યારે ઘૂંટણના બળે ઝુકીને આપની શું સેવા કરી શકું તે જણાવવું પડતું હતું.
કોન્ટ્રાકટની એક શરત મુજબ વજન ૫૮ થી ૭૦ની વચ્ચે રહેવું જોઇએ. કંપનીના માલિક લાંગ પર હવે ખટલો શરુ થયો છે. લાંગે તમામ આરોપને જુઠા ગણાવ્યા છે. ૨૦૧૪માં જેનને નોકરી પર રાખી એને સૌથી મોટી ભૂલ ગણાવી હતી. તેની સાથે જે પણ સેકસ સંબંધો હતા તે અરસપરસની સંમતિથી હતી. આમાં કંપનીને એચઆર પોલીસીને કોઇ જ લેવા દેવા નથી.