Get The App

કોલંબિયામાં પ્રમુખ પદના સંભવિત ઉમેદવારને માથામાં ગોળી મારી, ચૂંટણી રેલીને સંબોધી રહ્યા હતા

Updated: Jun 8th, 2025

GS TEAM

Google News
Google News
કોલંબિયામાં પ્રમુખ પદના સંભવિત ઉમેદવારને માથામાં ગોળી મારી, ચૂંટણી રેલીને સંબોધી રહ્યા હતા 1 - image

Colombia News : કોલંબિયામાં પ્રમુખ પદના સંભવિત ઉમેદવાર મિગુએલ ઉરીબે ટર્બેને ગોળી મારી દેવામાં આવી છે. સેનેટર મિગુએલ ઉરીબે ટર્બે પણ આગામી વર્ષે યોજનાર પ્રમુખ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે સંભવિત ઉમેદવાર મનાય છે. શનિવારે બોગોટામાં ચૂંટણી રેલીને જ્યારે તેઓ સંબોધી રહ્યા હતા ત્યારે ત્યારે તેમને માથા અને પીઠમાં ગોળી મારી દેવામાં હતી. આ હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. હાલમાં તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 



માથા પર પાછળથી ગોળી વાગી

ડેમોક્રેટિક સેન્ટર પાર્ટીએ એક નિવેદન જારી કરીને આ હુમલાને ક્રૂર હિંસા ગણાવતા કહ્યું છે કે આ એક અસ્વીકાર્ય કૃત્ય છે. પાર્ટીએ કહ્યું કે આ હુમલો ફોન્ટીબોન પડોશના એક પાર્કમાં થયો હતો, જ્યારે સશસ્ત્ર હુમલાખોરોએ તેમને પાછળથી ગોળી મારી હતી.

શંકાસ્પદ શૂટરની ધરપકડ

બોગોટાના મેયર કાર્લોસ ગાલાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે શંકાસ્પદ શૂટરની ધરપકડ કરવામાં આવી છે. સ્થાનિક અધિકારીઓ અને પોલીસ ટીમ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. હુમલાખોરની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આવતા વર્ષે મે મહિનામાં ચૂંટણી યોજાવાની છે

ઉલ્લેખનીય છે કે મે 2026 માં કોલંબિયામાં પ્રમુખ પદની ચૂંટણીઓ યોજાવાની છે. મિગુએલ ઉરીબે ટર્બેને સંભવિત રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માનવામાં આવે છે. આ સંદર્ભે, તેઓ દેશભરમાં ચૂંટણી રેલીઓ પણ કરી રહ્યા છે. ગુએલ ઉરીબે ટર્બે કોલંબિયાના એક અગ્રણી રાજકારણી અને ડેમોક્રેટિક સેન્ટર પાર્ટી (સેન્ટ્રો ડેમોક્રેટિકો) પાર્ટીના સભ્ય છે, જેમણે પોતે 2024 માં કોલંબિયાના પ્રમુખ પદ માટે ઉમેદવારીની જાહેરાત કરી હતી.