Get The App

કોકેઇનનો નશો છોડાવતી વેકિસન, દુનિયામાં ૨ કરોડ લોકો ધરાવે છે કોકેઇનનું વ્યસન

નશાના મુખ્ય તત્વો લોહીના પુરવઠા સાથે મસ્તિષ્ક સુધી પહોંચી શકશે નહી.

મસ્તિષ્ક સુધી પહોંચે નહી તો વ્યકિત ઉત્તેજના પણ અનુભવશે નહી.

Updated: Apr 6th, 2024

GS TEAM


Google News
Google News
કોકેઇનનો નશો છોડાવતી વેકિસન, દુનિયામાં  ૨ કરોડ લોકો ધરાવે છે કોકેઇનનું વ્યસન 1 - image


રિઓડિજાનેરો,૬ એપ્રિલ,૨૦૨૪,શનિવાર 

બ્રાઝીલના વૈજ્ઞાાનિકોએ કોકેઇનના વ્યસન સામે ઝઝુમતા લોકો માટે વેકિસન શોધવા મથી રહયા છે. આ વેકસીન લોકોને નશીલી દવાઓનું સેવન કરતા રોકવામાં મદદ કરશે. સંશોધકો એવી વેકિસન તૈયાર કરવા માંગે છે જે શરીરને એવા એન્ટીબોડી પેદા કરવા માટે પ્રેરિત કરે કે જે નશાના મુખ્ય તત્વ લોહીના પુરવઠા સાથે મસ્તિષ્ક સુધી પહોંચી શકે નહી. કોકઇનનો નશો મસ્તિષ્ક સુધી પહોંચે નહી તો વ્યકિત ઉત્તેજના પણ અનુભવશે નહી. આથી તે નશાથી ધીમે ધીમે દૂર થતો જશે.

બ્રાઝીલની ફેડરલ યુનિવર્સિટી ઓફ મિનસ ગેરાઇસના સંશોધકોએ વેકિસનનો ઉંદરો પર પ્રયોગ શરુ કર્યો છે. ઉંદર પરના પ્રયોગ શરુ થયા છે. આ પ્રયોગના પરિણામો જો માણસો પર પણ લાગુ પડશે તો દુનિયાની પ્રથમ એન્ટી કોકેઇન વેકિસન હશે. માણસો પરના કલિનિકલ ટ્રાયલ બાકી હોવાથી આ વેકિસન કયારે ઉપલબ્ધ થશે તે હજુ નકકી થઇ શકયું નથી.

કોકેઇનનો નશો છોડાવતી વેકિસન, દુનિયામાં  ૨ કરોડ લોકો ધરાવે છે કોકેઇનનું વ્યસન 2 - image

જો કે કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે કોકેઇનનું વ્યસન કોઇ બંદ કરી દે તેનાથી સમસ્યાઓ આપમેળે ઉકેલાઇ જતી નથી. જે ખરેખર વ્યસન છોડવા ઇચ્છે છે તેને જ વેકિસનનું પરિણામ મળે છે. નશા તરીકે કોકેઇનનો ઉપયોગ વધતો જાય છે. યુનાઇટેડ નેશનના એક અહેવાલ અનુસાર વર્ષ ૨૦૨૧માં દુનિયામાં ૨ કરોડ  લોકો કોકેઇન નશાના બંધાણી હતા.

અમેરિકા,યુરોપ અને મેકિસકોમાં કોકેઇનની દાણચોરી અને વ્યસન ખૂબ થાય છે. યુરોપની વાત કરીએ તો ભાંગ પછી કોકેઇન સૌથી વધુ વપરાતું ડ્રગ છે. કોકેઇન કોકાના પાનમાંથી તૈયાર કરવામાં આવે છે સામાન્ય રીતે તેના પાવડર સ્વરુપને સુંઘવામાં આવે છે. કોકેઇનને પાઇપની મદદથી ધુમ્રપાન પણ કરી શકાય છે. આ પદાર્થ લોહીના માધ્યમથી મસ્તિસ્કમાં પહોંચે છે. 


કોકેઇનનો નશો છોડાવતી વેકિસન, દુનિયામાં  ૨ કરોડ લોકો ધરાવે છે કોકેઇનનું વ્યસન 3 - image

આ ડ્ગથી ડોપામાઇનમાં વૃધ્ધિ થાય છે જેનાથી વ્યકિત ખૂશીનો અહેસાસ કરે છે. કોકેઇનના સેવનથી શરીર ખૂબજ સક્રિય થઇ જાય છે. વ્યકિત ચીડિયો પણ થઇ જાય છે. હ્વદય પુરેપુરી ક્ષમતાથી પંપ કરવા લાગે છે. બ્લડપ્રેશર અને શરીરનું તાપમાન વધી જાય છે. ભૂખ અને તરસ ખૂબ ઓછી લાગે છે.

આ પરીસ્થિતિ લાંબા સમય સુધી રહે તો હ્વદયની ગતિ અટકી જાય છે. આની લત ખૂબજ ઝડપથી લાગી જાય છે. કોઇ પણ વ્યકિતને તેની લતમાંથી છુટવું હોયતો ખૂબજ શારીરિક અને માનસિક તાકાતની જરુર પડે છે. શરીરને એ એમ લાગે છે જીવતા રહેવા માટે આના વગર ચાલી શકે તેમ નથી. જીવનના મહત્વના પાસાઓ જેમકે સ્વાસ્થ્ય,પોતાના મિત્રો રોજીંદા કામની ઉપેક્ષા કરવાનું શરુ કરી દે છે.

Tags :