Get The App

દુકાન બંધ કરી દે, દ.આફ્રિકા ભેગો થઇ જા, એલન મસ્કને ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લી ધમકી

Updated: Jul 2nd, 2025

GS TEAM

Google News
Google News
દુકાન બંધ કરી દે, દ.આફ્રિકા ભેગો થઇ જા, એલન મસ્કને ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લી ધમકી 1 - image


- ટ્રમ્પના બિગ બ્યુટિફૂલ બિલ અંગે બંને વચ્ચે વિખવાદ થયો છે, મસ્કની ઇલેક્ટ્રોનિક કાર સારી છે, પરંતુ દરેકને તે ખરીદવા કહેવાય નહીં : ટ્રમ્પ

વૉશિંગ્ટન : દુનિયાની સૌથી શક્તિશાળી વ્યક્તિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિશ્વની સૌથી શ્રીમંત વ્યક્તિ એલન મસ્ક વચ્ચે વિવાદ વધતો જાય છે. ટ્રમ્પના બિગ બ્યુટીફૂલ બિલ અંગે બંને વચ્ચેના મતભેદો હવે જાહેર થઇ ગયા છે. મતભેદો એટલી હદે તીવ્ર બની ગયા છે કે એક સમયના પોતાના ગાઢ મિત્ર અને ટેકેદાર એલન મસ્કને અમેરિકી પ્રમુખે ટ્રુથ સોશ્યલ ઉપર આ ટેક મુઘલને જણાવી દીધું  કે દુકાન બંધ કરી દક્ષિણ આફ્રિકા પાછો ચાલ્યો જા.

ટ્રમ્પે ટ્રુથ સોશ્યલ પર વધુમાં લખ્યું : મસ્ક તે જાણતો હતો કે હું ઇલેક્ટ્રોનિક વ્હીકલનો વિરોધી છું. મારા ચૂંટણી પ્રચારમાં એક મહત્વનો મુદ્દો જ ઇલેક્ટ્રોનિક વ્હીકલનો હતો. મસ્કને હજી સુધી કોઈ માનવીએ ન મેળવી હોય તેટલી સબસીડી તેને (તેનાં ઉત્પાદનોને) આપવામાં આવી છે. આ સબસીડી બંધ થઇ જાય તો કદાચ મસ્કે તેની દુકાન જ બંધ કરવી પડે. વળી મસ્ક જાણતા જ હતા કે હું ઇલેક્ટ્રોનિક કારનો વિરોધી છું અને સબસીડિ સિવાય તો તે ઇલેક્ટ્રોનિક કારની દુકાન જ મસ્કે બંધ કરવી પડે, અને દક્ષિણ આફ્રિકા પાછા ચાલ્યા જવું પડે તેમ છે.

ટ્રમ્પે વધુમાં લખ્યું : હવે વધુ રોકેટ લોન્ચ નહીં થાય. સેટેલાઇટ લોન્ચ નહીં થાય, કે ઇલેક્ટ્રિક કારનું પણ ઉત્પાદન વધુ નહીં થાય. આથી આપણા દેશને ઘણો મોટો લાભ થશે. આપણે ડોજ (ડીપાર્ટમેન્ટ ઓફ ગર્વનમેન્ટ એફીશ્યન્સી) તરફ જોઇએ. તે અંગે ધ્યાનપૂર્વક જોયું છે ? તેથી દેશમાં ઘણી મોટી બચત થઇ શકશે.

વાસ્તવમાં ટ્રમ્પનાં વન-બિગ-બ્યુટીફૂલ બિલને લીધે બંને વચ્ચે વિવાદ ઊભો થયો હતો. ગત જૂન મહિનાથી આ વિવાદ ચાલે છે. મસ્કે ટ્રમ્પનાં આ વિશાળ અંદાજપત્રીય ખર્ચનો સખત વિરોધ કર્યો હતો. કહ્યું તેથી અંદાજપત્ર ખાધ ફુગ્ગાની જેમ વધી જશે. સાથે ઇવીને માટે અપાતી સબસીડીમાં પણ કાપ મુકવાના ટ્રમ્પના નિર્ણયનો મસ્કે વિરોધ કર્યો હતો અને જાહેરમાં પણ ઉગ્ર ટીકા કરી હતી. તેમણે ટ્રમ્પનાં બિગ બ્યુટીફૂલ બિલને તદ્દન પાગલ સમાન ગણાવ્યું હતું. તેટલું જ નહીં પરંતુ હવે તો તેઓ ડેમોક્રેટિક કે રીપબ્લિકન પાર્ટી ઉપરાંત ત્રીજો રાજકીય પક્ષ રચવા વિચારી રહ્યા છે.

આમ અમેરિકાની બે ટોચની વ્યક્તિઓ વચ્ચે મતભેદ ઘણા જ વધી ગયા હોય તેમ લાગે છે.

ઉલ્લેખનીય છે કે મસ્કનો જન્મ દ.આફ્રિકાનાં પ્રિટોરિયા શહેરમાં થયો હતો. તે સ્ટુડન્ટ વીસા પર કેનેડા ગયા ત્યાંથી અમેરિકાની પેન્સીલવાનિયા યુનિ.માં ગયા અને અમેરિકાનું નાગરિકત્વ લીધું. આ પૂર્વે કેનેડાનું પણ ૧૭ વર્ષમાં રોકાણ દરમિયાન નાગરિકત્વ લીધું હતું. વળી પ્રિટોરિયામાં જ જન્મ્યા હોવાથી દ.આફ્રિકાનો નેચરલ સીટીઝન છે જ આમ મસ્ક ત્રણ દેશોના નાગરિકત્વ ધરાવે છે.

Tags :