ઈમરાન ખાનની આઝાદી માર્ચથી પાકિસ્તાનમાં હોબાળો, પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે અથડામણ


- વિરોધ પ્રદર્શન વચ્ચે ઈસ્લામાબાદમાં બગડતા કાયદા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખી પાકિસ્તાન સરકારે શહેરમાં પાકિસ્તાની સેના તૈનાત કરવાનો આદેશ આપ્યો છે

ઈસ્લામાબાદ, તા. 26 મે 2022, ગુરૂવાર

પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને પોતાના સેંકડો સમર્થકો સાથે બુધવારે ઈસ્લામાબાદ તરફ કૂચ કરી હતી. ઈમરાન ખાનની લોંગ માર્ચ ઈસ્લામાબાદમાં પ્રવેશી ગઈ છે. ઈસ્લામાબાદ આવતા પહેલા જ પીટીઆઈના ઘણા કાર્યકરો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણ બાદ અનેક કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી. આ અથડામણ બાદ ઈસ્લામાબાદના ચાઈના ચોક મેટ્રો સ્ટેશનમાં આગ ચાંપી દેવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન વચ્ચે ઈસ્લામાબાદમાં બગડતા કાયદા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખી પાકિસ્તાન સરકારે શહેરમાં પાકિસ્તાની સેના તૈનાત કરવાનો આદેશ આપ્યો છે.


પ્રદર્શનકારીઓએ હિંસક ઘટનાઓને અંજામ આપ્યો હતો

તમને જણાવી દઈએ કે, ઈમરાન ખાને જલ્દી ચૂંટણી કરાવવાના દબાણ હેઠળ આઝાદી માર્ચનું એલાન કર્યું છે. આ માર્ચમાં સામેલ થનારા લોકો બેકાબુ બની ગયા છે જેના કારણે અનેક સ્થળો પર હિંસક ઘટનાઓને પણ અંજામ આપવામાં આવ્યો છે. ઈસ્લામાબાદમાં દેખાવકારોએ અનેક વૃક્ષો અને વાહનોને સળગાવી દીધા હતા. પાકિસ્તાન તંત્રએ આગને કાબૂમાં લેવા માટે ફાયર ટેન્ડરોનો સહારો લેવો પડ્યો હતો.

પાકિસ્તાન પોલીસે પ્રદર્શનકારીઓને શાંત કરવા માટે ટીયર ગેસ છોડ્યા હતા. ઈમરાન ખાનના સમર્થકોને ઈસ્લામાબાદના ડી-ચંક તરફ જતા રોકવામાં આવી રહ્યા હતા, ત્યારબાદ પોલીસ અને પીટીઆઈ કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઈ હતી.

ઈસ્લામાબાદમાં ઈમરાન ખાનની પાર્ટીના કાર્યકર્તાઓની પોલીસ સાથે અથડામણ વચ્ચે પીટીઆઈના સત્તાવાર એકાઉન્ટ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું કે, પાકિસ્તાનના લોકો દ્વારા પોતાનો જીવ બચાવવાનો જબરજસ્ત પ્રયત્ન. 


પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે ટ્વિટર પર લખ્યું છે કે, ઈસ્લામાબાદમાં બગડતા કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને ટાંકીને અને ઈસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાનના બંધારણના અનુચ્છેદ 245 હેઠળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને પાકિસ્તાન સેનાની પૂરતી સંખ્યામાં સૈનિકો તૈનાત કરવામાં આવી રહ્યા છે. દેશમાં વધી રહેલા તણાવ વચ્ચે ઈમરાન ખાન ઈસ્લામાબાદમાં પ્રવેશ્યા બાદ પાકિસ્તાન સરકારે મહત્વપૂર્ણ સરકારી ઈમારતોની સુરક્ષા માટે 'રેડ ઝોન'માં સેનાને તૈનાત કરી છે. દેશમાં વધી રહેલા તણાવ વચ્ચે ઈમરાન ખાન ઈસ્લામાબાદમાં પ્રવેશ્યા બાદ પાકિસ્તાન સરકારે મહત્વપૂર્ણ સરકારી ઈમારતોની સુરક્ષા માટે 'રેડ ઝોન'માં સેનાને તૈનાત કરી છે.

સરકારના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ, સંસદ ભવન, પ્રેસીડેન્સી પ્રધાનમંત્રી કાર્યાલય અને અન્ય મહત્વપૂર્ણ સરકારી ભવનોની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 


City News

Sports

RECENT NEWS