Updated: May 26th, 2023
ઇસ્લામાબાદ,૨૬ મે ૨૦૨૩,શુક્રવાર
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાનખાનની મુશ્કેલીઓમાં વધારો થઇ રહયો છે એક બાજુ કાર્યવાહી થવાના ડરથી પોતાના પક્ષના એક પછી એક નેતાઓ પક્ષ છોડી રહયા છે બીજી બાજુ ભ્રષ્ટાચારના મામલે સરકાર અને આર્મી ગાળીયો કસી રહી છે. પાકિસ્તાનના આરોગ્યમંત્રી ઇમરાનના મેડિકલ રિપોર્ટનો હવાલો આપીને દાવો કર્યો છે જેમાં દિમાંગી સંતૂલન બરાબર ના હોવાનું તથા કોકેઇન લેવાની આદત હોવાનો ખુલાસો કરવામા આવ્યો છે.
પાકિસ્તાનના એક પ્રેસ કોન્ફરન્સ કરીનેઆરોગ્યમંત્રી કાદિરખાને જણાવ્યું હતું કે ઇમરાનનું યુરીન સેમ્પલ લેવામાં આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું હતું કે તેમને લાંબા સમયથી શરાબ અને કોકેઇનનું સેવન કરેલું છે. પાંચ તબીબોની ટીમે માનસિક સ્થિતિ પણ બરાબર નહી હોવાનું જણાવ્યું છે. આ બધુ ઇમરાનખાનના મેડિકલ રિપોર્ટમાં હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ગત વર્ષ ઇમરાનખાનને ગોળી વાગી હતી અને ત્યાર પછી પગમાં ફેકચર થયું હોવાનું જણાવાયું હતું. આવું કોઇ જ ફેક્રચર નહી હોવાનું મેડિકલ રિપોર્ટમાં પુષ્ટી થતા ઇમરાનખાનનું ફ્રેકચર હોવાનું જુઠ પકડાયું છે.