Get The App

દુનિયાનું એવું શહેર જ્યાં હવે 65 દિવસ સુધી સૂર્ય નહીં દેખાય, 22 જાન્યુઆરી સુધી રાત જ રાત

Updated: Nov 19th, 2025

GS TEAM

Google News
Google News
દુનિયાનું એવું શહેર જ્યાં હવે 65 દિવસ સુધી સૂર્ય નહીં દેખાય, 22 જાન્યુઆરી સુધી રાત જ રાત 1 - image

Utkiagvik, Alaska : ગઈકાલે એટલે કે 18 નવેમ્બર, 2025 મંગળવારે અલાસ્કાના ઉટકિયાગવિક શહેરમાં 2025નો છેલ્લો સૂર્યપ્રકાશની રોશની પુરી થઈ. આ શહેર હવે ધ્રુવીય રાત્રિમાં પ્રવેશી ગયું છે, એટલે કે સૂર્ય 65 દિવસ સુધી ઉગશે જ નહીં. યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી ઉત્તરીય શહેર હોવાથી, આ દર વર્ષે થાય છે. લોકો હવે જાન્યુઆરી 2026 સુધી સૂર્ય ઉગવાની રાહ જોશે.

શું છે પોલર નાઈટ (ધ્રુવીય રાત્રિ) 

પોલર નાઈટનો મતલબ થાય છે ધ્રુવીય રાત્રિ. જ્યારે સૂર્ય ક્ષિતિજ ઉપર ઉગતો નથી અને આખો દિવસ અંધારું રહે છે. ઉટકિયાગવિક (અગાઉ બારો તરીકે ઓળખાતું) આર્કટિક વર્તુળમાં સ્થિત છે, જ્યાં પૃથ્વીના ઝુકાવને કારણે ઘણા દિવસો સુધી સૂર્ય દેખાતો નથી. આ વર્ષે 18  નવેમ્બરના રોજ બપોરે 1.36 વાગ્યે સૂર્યાસ્ત થયો હતો અને હવે 22 જાન્યુઆરી, 2026 ના રોજ જ ઉગશે. આ સમયગાળો બરાબર 64-65 દિવસનો છે.

કેમ થઈ જાય છે અંધારુ

પૃથ્વી પોતાની ધરી પર 23.5 ડિગ્રી ઝુકેલી છે. શિયાળામાં, ઉત્તર ધ્રુવ સૂર્યથી દૂર હોય છે, તેથી સૂર્ય આર્કટિક પ્રદેશો સુધી પહોંચતો નથી. ઉનાળામાં બરાબર વિરુદ્ધ થાય છે - ધ્રુવીય દિવસ થાય છે, જ્યારે સૂર્ય ક્યારેય આથમતો નથી. ઉટકિયાગવિકમાં મે થી ઓગસ્ટ સુધી 80-85 દિવસ સતત સૂર્યપ્રકાશ રહે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વર્ષના ડેલાઇટ સેવિંગ ટાઇમના આ સમયને કારણે ડેલાઇટ સેવિંગ ટાઇમ વધુ સ્પષ્ટ થયો છે.


Tags :